પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
૨૭
 

________________

4/25/2021 પ : ગ્રામ-સ્વરાજ અત્યારે રાજ્યતંત્ર માટે ભાગે કેન્દ્રિત રાખવા તરફ વલણ છે. મધ્યવતી તંત્ર મજબૂત હોય તે રાજ્યવ્યવસ્થા સારી ચાલે એવું માનવામાં આવે છે. ગામડાંઓને ગ્રામપંચાયતો આપવામાં આવે છે ખરી, પણ સત્તાનું વિતરણ ઉપરથી થાય છે. ઉપરી તંત્ર ગ્રામપંચાયતોને અમુક મર્યાદિત સત્તાઓ આપે છે. સર્વોદયની દૃષ્ટિએ ગામની તમામ વ્યવસ્થા, જમીન-મહેસૂલ ઉઘરાવવાની અને ઇન્સાફ કરવાની સુધાં, ગ્રામપંચાયતના હાથમાં હોવી જોઈએ. તે જ સાચું ગ્રામ-સ્વરાજ થઈ શકે. સ્વરાજનાં મુખ્ય લક્ષણ એ છે : (૧) પોતાની તમામ વ્યવસ્થા પતે કરી લેવી તે અને (૨) પિતાના ઇન્સાફ પોતે જ ચૂકવવો, એટલે કે ગામના લોકોએ જ ચૂકવવો એ. અત્યારે સત્તા ઉપરથી આપવામાં આવે છે તેને બદલે સત્તાને ઉગમ ગામડાંમાં હોવો જોઈએ અને ગામડાંમાંથી સત્તા એક મધ્યબિન્દુમાંથી પેદા થતાં અનેક વર્તુળાની માફક આગળ પહોંચવી જોઈએ. સર્વોદય સ્વરાજમાં નાનામાં નાના અથવા નબળામાં નબળા માણસને પણ એમ લાગવું જોઈએ કે આ મારું રાજ છે, અને મારે લગતી બધી બાબતમાં હું સ્વતંત્ર છું. તેને માટે આપણે એક એક ગામડાને અથવા ગામડું બહુ નાનું હોય તો બે–ત્રણ ગામના એક સમૂહને મૂળ ઘટક બનાવવા જોઈએ.. વ્યવસ્થા માટે એ ગામનાં અથવા ગ્રામસમૂહનાં પુખ્ત વયનાં તમામ સ્ત્રી-પુરુષો એકઠાં મળીને પાંચ માણસોની એક સમિતિ નીમે. આ સમિતિ એક વર્ષ માટે ગામની તમામ વ્યવસ્થા કરે. ઝઘડા ટાળવા હોય તો તેના નિર્ણય બહુમતીથી નહીં, પણ સર્વાનુમતીથી થવા જોઈ એ. દરેક ગામે કેવું ધ્યેય રાખવું જોઈએ અને ગ્રામ-સ્વરાજ કેવું હોય તેનું ચિત્ર ગાંધીજીએ નીચે પ્રમાણે આલેખેલું છે : - ગ્રામસ્વરાજના મારે ખ્યાલ એ છે કે તે સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક હોવું જોઈ એ. જીવનની પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં પોતાના પડોશીઓથી તે Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2750