પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
૨૮
 

________________

4/25/2021 ૨૮ ' સર્વોદય સમાજની ઝાંખી સ્વતંત્ર હોય, છતાં જે વસ્તુઓ પાતાના ગામમાં મળી શકતી ન હોય અથવા બની શકે તેમ ન હોય તેવી બાબતમાં બીજાઓ સાથે પરસ્પરાવલંબનને સ બધ તે રાખે. દરેક ગામનું પહેલું કામ એ હોય કે પોતાને જોઈ તે બધે ખેરાય તે પકવી લે અને પોતાનાં કપડાં માટે જોઈ તો કપાસ પણ પકવી લે. પિતાનાં ઢોરને ચરવા માટે ગામનું ગોચર હોય, અને મેટેરાંઓ તથા બાળકો મટે મને જન સાફ તથા ખેલવાદવાને સારુ છુટી જમીન હાચ, ખારાક તથા કપાસ પકવવા ઉપરાંત જમીન ફાજલ રહે તો તેમાં વેચવા માટેનો ઉપયોગી પાકે તે લે. પરંતુ ગાંજો, તમાકુ, અફીણ અને એવા નુકસાન કરનારા પાકો તે ન પકવે, દરેક ગામમાં પોતાની રંગભૂમિ, નિશાળ અને સભાગૃહ હોય, દરેક ગામે પીવાના પાણીની વ્યવસ્થા હોય, જયાં ચોખ્ખું પાણી મળી શકે. તે માટે કૂવાઓ અને તળાવો ઉપર અમુક નિચમન રાખવું જોઈ એ. (સાત કે આઠ વરસનો) બુનિયાદી અભ્યાસક્રમ પૂરો થાય ત્યાંસુધીની કેળવણી ગામના દરેક બાળકને માટે ફરજિયાત હોવી જોઈ એ. બની શકે ત્યાં સુધી ગામની તમામ પ્રવૃત્તિ સહકારી ધરણે ચાલવી જોઈએ. આજે જોવામાં આવે છે તેવી, ઊંચનીચના ભેવાળી અને અસ્પૃશ્યતાના કલંકવાળી જ્ઞાતિઓ બિલકુલ હોવી જોઈએ નહીં. ગ્રામપંચાયત પાસે પોતાની અમલબજાવણી માટે અહિંસા. જેમાં સત્યાગ્રહ અને અસહકારનો સમાવેશ થાય છે, એ જ એક સાધન હોય, ગામની ચાકી માટે દરેક જીવાને ફરજિયાત સેવા આપવાની હોય. ગામ તરફથી એક પત્રક રાખવામાં આવે. તે પત્રકમાંથી વારાફરતી અમુક જુવાતને ચાકી માટે પસંદ કરવામાં આવે. ગામની વ્યવસ્થા પાંચ માણસની પંચાયતના હાથમાં હાચ. ગામનાં પુખ્ત વચનાં સ્ત્રી-પુરુષો દર વરસે તેમને ચૂંટી કાઢે. પંચના માણસેની ઓછામાં ઓછી લાયકાત નક્કી કરેલી હાય. આ પંચાયતની પાસે ગામની વ્યવસ્થાની તેમજ ઇન્સાફની તમામ સત્તા હોય. સ્વીકૃત અર્થમાં સજાની પ્રથા નહીં હોય, એટલે આ પંચાયત પોતાની એક વર્ષની મુદત માટે ગામની ધારાસભા, ગામની અદાલત તથા ગામનું કારોબારી મંડળ હશે. કોઈ પણ ગામ બહારની સત્તાની, અત્યારની સરકારની પણ, ખાસ દખલગીરી વિના આજે પણ આવું પ્રજાસત્તાક બની શકે છે. સરકારને ગામ સાથેનો સંબંધ ગામનું મહેસૂલ ઉઘરાવવા પૂરતો જ હોય. s1: ૬. અહીં હું પાડોશનાં ગામો સાથે અથવા તો મયવતી રાજ્યતંત્ર સાથે ગામના સંબ છે કેવા હોય તેની વિગતોમાં ઊતર્યો નથી. મારો ઉદ્દેરા ગ્રામ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 28/50