પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
૨૯
 

________________

4/25/2021 ૫. ચામ-સ્વરાજ ૨૯ સ્વરાજની એક રૂપરેખા જ રજૂ કરવાનો છે. આવી વ્યવસ્થામાં વ્યક્તિગત સ્વાતંત્ર્યના પાચ ઉપર સંપૂર્ણ લેાકતત્ર રચાય છે. વ્યક્તિ જ પેતાની સરકાર નિર્માણ કરે છે. તે પોતે તથા તેની સરકાર અહિંસાના કાયદાથી ચાલે છે. તે અને તેનું ગામ આખી દુનિયાના બળના પ્રતીકાર કરવા સમર્થ છે, કારણ દરેક ગ્રામવાસીને એ કાયદો લાગુ પડે છે કે પોતાની અને પોતાના ગામની આબરૂના રક્ષણ માટે તે મોતને ભેટવા તૈયાર હે જોઇએ. ઉપરના ઉતારા ઉપરથી જણાય છે કે ગાંધીજીએ ગ્રામસ્વરાજ માટે નીચેનાં અંગે આવશ્યક ગણ્યાં છે : (૧) ખોરાક અને વસ્ત્રની બાબતમાં દરેક ગામ સ્વાવલંબી હેવું જોઈએ. . . - (૨) દરેક ગામમાં ગોચર હોવું જોઈએ, તથા મોટી ઉંમરનાં માટે મનોરંજન અર્થે અને બાળકોને માટે રમતગમત માટે ખુલ્લું મેદાન હોવું જોઈએ. છે (૩) દરેક ગામે ગ્રામ-રંગભૂમિ, શાળા તથા સભાગૃહ હોવું જોઈએ. જ (૪) દરેક ગામે ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા હોવી. જોઈએ. . . (૫) ગામનાં બાળકો માટે ( સાત અથવા આઠ વર્ષના) સંપૂર્ણ બુનિયાદી અભ્યાસક્રમની સગવડ હોવી જોઈએ. [ (૬) બને ત્યાં સુધી ગામની બધી પ્રવૃત્તિઓ સહકારી ધોરણે ‘ચાલવી જોઈ એ. | (૭) આજના જેવી ઊંચનીચના ભેદવાળી અને અસ્પૃશ્યતાના કલંકવાળી જ્ઞાતિઓ ગામમાં ન હોવી જોઇએ, (૯) ગામમાં ચેકીની વ્યવસ્થા હોવી જોઈએ. (૯) ગામની તમામ વ્યવસ્થા દર વર્ષે ચૂંટાયેલી પાંચ માણસની પંચાયત દ્વારા ચાલવી જોઈએ. આ પંચાયત ગામને લગતા કાયદા ઘડે, ઈન્સાફની વ્યવસ્થા કરે તથા ગામની બીજી વ્યવસ્થા સંભાળે. Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2950