પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
૩૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી (૧૦) પંચાયત અહિંસાને વરેલી હોઈ, પિતાની અમલબજાવણી માટે સત્યાગ્રહ અને અસહકાર, એ બે સાધના તેની પાસે હશે. ઉપરની યાદીમાં ગ્રામસફાઈની વ્યવસ્થા કરવાનું ઉમેરવામાં આવે તો એ યાદી સંપૂર્ણ થાય. ગ્રામસફાઈમાં માણસના મળમૂત્રની વ્યવસ્થા કરવાનું પણ આવી જાય. આપણાં ગામડાંમાં આજે આવી કશી વ્યવસ્થા નહીં હોવાથી તે ગંદકીનાં ધામ થઈ પડ્યાં છે. જે મળમૂત્રની સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગંદકી મટે, એટલું જ નહીં, પણ ગામને બહુ કીમતી ખાતર મળે. તે જ પ્રમાણે ગામમાં બીજે જે કુડકરે જયાં ત્યાં પડેલ હોય છે તેને ખાડામાં નાંખી સડાવવામાં આવે તો તેનું પણ કીમતી ખાતર બને. - આ યાદીમાં બીજી એક વસ્તુ ઉમેરવા જેવી એ છે કે દરેક ગામમાં બહારથી આવનારી વસ્તુઓ ઉપર અને ગામમાંથી બહાર જનારી વસ્તુઓ ઉપર એટલે કે ગામની આયાત-નિકાસ ઉપર ગ્રામ પંચાયતનું નિયમન હોય. ગામને મોટે ભાગે સ્વયંસંપૂર્ણ બનાવવામાં આવું નિયમન બહુ મહત્વનું છે. અત્યારની ગ્રામપંચાયતોને અમુક રકમ સુધીના દાવા ચૂકવવાની સત્તા આપવામાં આવે છે. પણ જ્યાં સુધી ગમે તેટલી રકમ સુધીના દીવાની દાવા તથા ગમે તેવા ફોજદારી કેસ ચૂકવવાની સત્તા તેની પાસે ન હોય ત્યાંસુધી તે પૂર્ણ ગ્રામ-સ્વરાજ થઈ શકે નહીં, કારણ ઉપર જણાવી ગયા તેમ સ્વરાજનાં મુખ્ય બે અંગ ગણાય છે: (૧) પિતાની તમામ વ્યવસ્થા કરવાની સત્તા તથા (૨) પિતાને ન્યાય ચૂકવવાની સત્તા. આ બેઉ સત્તા લોકો પાસે હોવી જોઈએ. હિંદુસ્તાનમાં પ્રાચીન કાળમાં આવી સત્તા દરેક ગામ ભગવતું. તે માટે તેને રાજા કે બાદશાહ પાસે જવું પડતું નહીં. શિવાજીએ આપણી પુરાણી ગ્રામપંચાયતોને સજીવન કરવા પ્રયત્ન કરેલો. તેમના વખતમાં ગામડામાં ઇન્સાફ કેવી રીતે કરવામાં આવતા તેનો થોડોક ખ્યાલ અહીં આપીશું. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 30/50