પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
૩૩
 

________________

4/25/2021 ૫, ગામ-સ્વરાજ, ' ખાનગી વ્યવહારમાં તે ગમે તે હોય પણ પંચ તરીકે તેણે ઈશ્વરથી ડરીને અને નિષ્પક્ષ રીતે ચાલવું જોઈએ એવી ભાવના હજી ગામલોકોમાંથી નષ્ટ થઈ નથી. માણસો ઉપર વિશ્વાસ મૂકી તેમને એવાં કામ સોંપવામાં આવે તો જરૂર એ ભાવના વિશેષ જાગ્રત અને ઈષ્ટ થઈ શકે. અનુકૂળ તકે મળતાં માણસની સભાવના અને સદ્બુદ્ધિ જરૂર ખીલે છે. જેવું ઈન્સાફનું તેવું ગામમાં બીજાં બધાં કામનું છે. છે. આજે પણ અમદાવાદ જેવા મધ્યકાલીન શહેરમાં લગભગ બધા વેપારીઓનાં મહાજનો હોય છે. તેમનામાં કોઈ કોઈ વાર તકરારી અથવા મતભેદો થતા હશે, પણ તેઓ કદી અદાલતમાં જતા નથી. પોતાની અંદર અંદરના ઝગડા પોતાની મેળે જ ચૂકવી લે છે. અમદાવાદમાં આવું મોટામાં મેટું મહાજન મસ્કતી માર્કેટનું છે. તેમનો વેપાર કુલે કરોડો રૂપિયાનો થતો હશે પણ તેઓ પોતાના બધા ઝગડા પિતાના મહાજન મારફત જ પતાવે છે. હવે આપણી જૂની પ્રા મવ્યવસ્થામાં ગામનાં અમુક કુટુંબ ઉપર ગામની ચેકીની જવાબદારી રહેતી; ગામમાં ચોરી થઈ હોય તો ચેરનું પગલું જોતા જોતા તેઓ ચોરને પકડી પાડતા. પગલું પારખવાની વિદ્યામાં પાવરધા થઈ ગયેલા આ માણસે પગી કહેવાતા. તેઓ ચારને ન પકડી શકે તે ચેરીની રકમ ભરપાઈ કરી આપવાની જવાબદારી આવાં પગી કુટુંબ ઉપર રહેતી. એ પગલું જે બીજા ગામમાં પેસે તો એ ગામના પગીઓની જવાબદારી ગણાતી. આમ અલિખિત ધારાધોરણ પ્રમાણે બધું કામ ચાલતું. ' - આપણા દેશના ઇતિહાસમાં અનેક સામ્રાજ્યના ઉદય અને અસ્ત થયા છે. આપણા દેશ ઉપર અનેક વાર આક્રમણો થયાં છે, પણ હજારો વર્ષથી ગ્રામવ્યવસ્થા પોતાના અસલ સ્વરૂપમાં ટકી રહી હતી. તેની સાક્ષી અંગ્રેજી રાજ્યની સ્થાપના વખતના કેટલાક હાકાએ આપી છે. મુંબઈના ગવર્નર લેડ એલિફન્સ્ટને હિંદુસ્તાનનો ઈતિહાસ લખ્યો છે, તેમાં તેમણે આપણી પુરાણી ગ્રામપંચાયતોની બહુ તારીફ સ, ૩. Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 33/50