પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
૩૫
 

________________

4/25/2021 ૬. ચામપથાયતોને ઉપરનાં તંગ સાથેના સંબંધ બુનિયાદી શાળાઓ માટે શિક્ષકે તૈયાર કરવા અધ્યાપન મંદિર ચલાવે; ગામડાંના આરોગ્યસંરક્ષણ માટે માણસને સ્વચ્છતાની અને વૈદકીય તાલીમ આપે, તથા જિલ્લામાં રસ્તાઓ બાંધે અને બાંધેલા રસ્તાઓની દુરસ્તી કરાવે. જિલ્લા પંચાયતો પોતાના જિલ્લા માટે ઓછામાં ઓછી એક ઇસ્પિતાલ પણ ચલાવે. એ ઇસ્પિતાલમાં વૈદકીય મદદ (મોટે ભાગે કુદરતી ઉપચાર) ઉપરાંત નસ્તર મૂકવાની (ઑપરેશન કરવાની) વ્યવસ્થા હોય. આ ઇસ્પિતાલમાં દાયણને પણ તાલીમ આપવામાં આવે. ઉપર જે સ્વચ્છતાની અને વૈદકીય તાલીમ આપવાનું લખ્યું છે તે આવી ઇસ્પિતાલમાં આપી શકાય. આ ઇસ્પિતાલનાં મકાનો સાદાં અને આપણાં દેશની પરિસ્થિતિને શોભે એવાં હોય. જિલ્લા પંચાયતની ચૂંટણી ગ્રામપંચાયતો કરે. જિલ્લાના દરેક કુદરતી વિભાગ દીઠ એક માણસ, એ પ્રમાણે જિલ્લા પંચાયતના સભ્યો હોય. જિ૯લા પંચાયત પછી પ્રાંતિક સરકાર આવે; આ પ્રાંતિક સરકારને જમીન-મહેસૂલના પાંચ ટકા મળે. તે ઉપરાંત પોતાના રાજ્યમાં શહેરોમાં ચાલતા વેપાર ઉપર કર નાંખવાની સત્તા તેને હોય. દરેક પ્રાંતની એક એક વિદ્યાપીઠ હોય, પણ તે સરકારથી બિલકુલ સ્વતંત્ર હાય. બાળકેળવણીથી ઉચ્ચમાં ઉચ્ચ કેળવણી સુધી સરકારનો કયાંય કશો અંકુશ ન હોવો જોઈએ. પોતાના પ્રાંતમાં આવેલાં મોટાં શહેરોમાં પોલીસની વ્યવસ્થા તે તે શહેરની મ્યુનિસિપાલિટી કરે. આ પોલીસને આજના કરતાં જુદી જાતની તાલીમ આપવી પડે. તેઓએ રાફ બતાવીને અથવા દંડાથી કામ લેવાનું નથી, પણ શાંતિથી અને સેવા-ભાવથી કામ કરવાનું છે. જે ઉદ્યોગોને યંત્ર-ઉદ્યોગ તરીકે ચલાવવા અનિવાર્ય હોય તેનાં કારખાનાં પણ પ્રાંતિક સરકાર ચલાવે. | પ્રાંતિક સરકારની ચૂંટણી પણ ગ્રામપંચાયત મારફત જ થાય. દરેક જિલ્લા દીઠ બે બે સ પ્રાંતિક સરકારમાં આવે. એમની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 35/50