પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
૩૭
 

________________

4/25/2021 ૬. ગ્રામપંચાયતોના ઉપરનાં તંગે સાથે સંબંધ તે પણ જેઓ સંગઠિત હોય અને બૂમાબૂમ કરી મૂકે એવા હોય તેમની થોડીક સગવડે રાજ્ય સાચવે છે, પણ ગામડાંના લેકે જેઓ પિકાર નથી ઉઠાવી શકતા તેમની દાદ બહુ ઓછી સંભળાય છે. ગામડાંના પ્રતિનિધિઓ ધારાસભામાં હોય છે ખરા, પણ તેઓ કાંતા બોલી શકતા નથી અથવા તેમના અવાજ કેાઈ સાંભળતું નથી, એટલે સાચુ કલ્યાણ- રાજ્ય દરેક ગામડાંને પ્રજાસત્તાક બનાવવામાં જ રહેલું છે. સર્વોદય માં મધ્યવતી સરકારે લશ્કર રાખવું કે કેમ તે પ્રત વિચારવા જેવો છે. સર્વોદયમાં પાયારૂપ સિદ્ધાંત તરીકે આપણે સત્ય અને અહિંસાને સ્વીકાર્યો છે. એ સિદ્ધાંત પ્રમાણે આપણે લશ્કર રાખવું જોઇએ નહીં. અત્યારે અમેરિકા અને રશિયા સામસામે ઘૂરક્યાં કરે છે. અને બીજા દેશોને પોતાના મળતિયા બનાવી પોતાનાં સત્તાજૂથે બને તેટલાં વધારવા પ્રયત્નો કરી રહ્યા છે. આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એ બંને સત્તાજૂથથી અલગ રહેવાની નીતિ સ્વીકારી છે છતાં આપણે લશ્કર તો રાખ્યું છે. તે વિષે પણ પંડિત જવાહરલાલ નહેરુએ એવી નીતિ જાહેર કરી છે કે આપણે કોઈ દેશ ઉપર આક્રમણ કરવું નથી, પણ બીજો કોઈ દેશ આપણી ઉપર આક્રમણ કરે તો સંરક્ષણ માટે લશ્કર રાખ્યું છે. સર્વોદયના સિદ્ધાંત પ્રમાણે આપણે ઉદ્યોગીકરણની નહીં, પણ ગ્રામઉદ્યોગની નીતિ સ્વીકારીએ છીએ. ઉદ્યોગીકરણ માં પરદેશી હુમલાનો ભય રહે છે. ભલે આપણે ગમે તેટલું લશ્કરી બળ, નૌકાબળ અને હવાઈજહાજનું બળ રાખીએ તાપણુ ગ્રામઉદ્યોગવાળા હિંદુસ્તાન ઉપર પરદેશી આક્રમણને ભય બહુ એાછો ગણાય; જો કે એ પણ ગૌણ વસ્તુ છે. ખરી વસ્તુ તો એ છે કે આપણે અહિંસાને સમજપૂર્વક અપનાવીએ તો આપણા પોતાના સ્વમાનના અને આપણા દેશની આબરૂના રક્ષણ માટે ગમે તેવા હિંસક બળની સામે અડગ ઊભા રહેતાં આપણને આવડવું જોઈએ. જે દેશના લોકો પોતાના દેશની આબરૂના રક્ષણ માટે મોતને ભેટવા -તૈયાર હોય છે, તે દેશ ઉપર કોઈ આક્રમણ કરી શકતું નથી. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 37/50