પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
૪૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી દેશમાં અમુક પવિત્ર સ્થાનકે જાત્રાનાં સ્થળ તરીકે વિખ્યાત થતાં. ત્યાં દૂર દૂરથી યાત્રાળુઓ આવતા. એમની રહેવાની તથા ખાવા પીવાની સગવડ એ યાત્રાને સ્થાને રહેતા ગોર તથા પંડાઓ કરતા. જાત્રાએ જાય એટલે માણસ કાંઈ નવાઈની વસ્તુ તથા દેવને પ્રસાદ ઘેર લઈ જવાનું પસંદ કરે, એટલે ત્યાં પણ સ્વાભાવિક રીતે જ બજાર ઊભું થતું. ત્યાં તરેહતરેહની વસ્તુઓની, ખાસ કરીને તાંબાપિત્તળનાં વાસણોની, મૂર્તિઓની તથા મીઠાઇની દુકાને જામતી. વળી વૃદ્ધ અને નિવૃત્ત થયેલાં સ્ત્રીપુરુષે પોતાનું શેષ જીવન જાત્રાના સ્થાનમાં ગાળે એવો પણ એક રિવાજ પડવા માંડયો, એટલે આવા માણસની વસ્તી પણ વધી, આમ યાત્રાના સ્થાને પણ શહેર વસી ગયું. કેટલાંક યાત્રાનાં સ્થાને વિદ્યાનાં મથકે પણ બન્યાં. ત્યાં પંડિત રહેતા અને દેશના દૂર દૂરના ભાગમાંથી વિદ્યાર્થી ઓ ભણવા આવતા. આજના જમાનામાં આને બદલે યુનિવર્સિટીઓ થઈ છે, અને એની કેલેજોમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. આમ વિદ્યાના મથકે પણ શહેર ઊભું થાય છે. | નદીકાંઠે અથવા દરિયાકાંઠે બંદર માટે અનુકૂળતા હોય ત્યાં ઘણાં વહાણો અને સ્ટીમરો આવે છે. તેમાં ઘણે માલ ચડે છે તથા ઉતરે છે. આવાં બંદરો વેપારનાં, ખાસ કરીને, પરદેશ સાથેના વેપારનાં મથકે બને છે. ગુજરાતમાં સુરત પહેલાં ચોરાશી બંદરનો વાવટો કહેવાતું. એટલે દેશવિદેશથી ઘણાં બંદરાનાં વહાણે ત્યાં આવતાં. હાલ એનું સ્થાન મુંબઈએ લીધું છે અને તે મેટું બંદર બન્યું છે. આવાં બંદરનાં શહેરોમાં પરદેશી લોકો ઘણા આવતા હોવાથી એવાં શહેરા વિશ્વ પ્રદર્શન જેવાં હોય છે. ત્યાં કેટલાક પરદેશી વેપારીઓ સ્થાયી વસવાટ પણ કરે છે. તે કેટલાંક સ્થળે લશ્કરી દષ્ટિએ મહત્ત્વનાં હોઈ ત્યાં રાજ્ય તરફથી લશ્કરી થાણાં રાખવામાં આવે છે. તેની જરૂરિયાતો પૂરી પાડવા તથા લશ્કરને માટે મનોરંજન તેમજ આનંદપદનાં સાધન Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 40/50