પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
૪૧
 

________________

4/25/2021 -૭. ગામડાં અને શહેર : પૂરાં પાડવા ત્યાં પણ શહેર ઊભું થાય છે. - આમ શહેરે ઊભાં થવાનાં અનેક કારણો હોય છે. બધાં શહેરનું એક સામાન્ય લક્ષણ એ હોય છે કે ત્યાંના લોકે ખેતી કરતા નથી. તેમ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ ત્યાં પેદા થતી નથી. સુખસગવડની વસ્તુઓ, જેવી કે ચશ્માં, સીવવાના સંચા, ઘડિયાળ, વગેરે બનાવનારા કારીગરે ત્યાં વસે છે. તે ઉપરાંત ત્યાં વેપારનું મથક હોય છે. મેટાં શહેરોમાં વિવિધ પ્રકારની વિદ્યાઓનાં મથકે પણ હોય છે. ત્યાં મોટાં વર્તમાન પત્રો પણ ચાલે છે. વીશીઓ, હેલે, નાટયગૃહો, સિનેમા, થિયેટર, આનંદપ્રમોદનાં સ્થળ, ક્રીડાંગણ નાચગાનનાં સ્થળે, એ તેનાં ખાસ લક્ષણો હોય છે. શહેરના મોજશોખ અને ભોગવિલાસ અલગ રાખીએ તો દેશની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડવાને માટે શહેરા ઊભાં થયાં હોય છે. | બ્રિટિશ રાજ્યની સ્થાપના પહેલાં આપણા દેશમાં શહેર હતાં ખરાં, પરંતુ તે ગામડાંને પૂરક હતાં, મારક નહોતાં. એ શહેર અને ગામડાં વચ્ચેના સંબંધ જે કુદરતી હોવો જોઈએ તેવો હતો. આપણાં ગામડાંના સ્વરાજ્યમાં તથા ગામડાંની સ્વયં સંપૂર્ણ તામાં એ શહેરાએ કશી દખલ કરી નહોતી, પરંતુ બ્રિટિશ રાજ્યની સ્થાપના પછી જે ઉદ્યોગીકરણની પ્રવૃત્તિ ચાલી તેને લીધે શહેર કેવળ ગામડાંનું બજાર બનવાને બદલે, ઉદ્યોગનાં મેટાં મથકે બન્યાં, શરૂઆત ઈગ્લડની મિલના કાપડથી થઈ. પછી કારખાનાંમાં બનતો બીજો માલ આવવા લાગ્યો. તેણે આપણાં ગામડાંના ખાદીના ઉદ્યોગને તથા બીજા નાના પાયા ઉપર ચાલતા ગ્રામઉદ્યોગોને તથા ગૃહઉદ્યોગને મારી નાખ્યા. એ ઉદ્યોગને સજીવન કરી, આપણાં ગામડાંનો પુનરુદ્ધાર કરવા માટે ગાંધીજીએ જબરી ચળવળ ઉપાડી. તેમની સ્વરાજની ચળવળનું આ એક મહત્વનું અંગ હતું. ગાંધીજીની ચળવળને પરિણામે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 41/50