પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
૪૨
 

________________

4/25/2021 ૪ સર્વોદય સમાજની ઝાંખી બ્રિટિશરો હિન્દ છોડી ગયા, આપણને રાજકીય સ્વતંત્રતા મળી, પરંતુ ગામડાંનો ઉદ્ધાર થયો નથી. જે ભાગ ઈગ્લેંડની મિલે અને કારખાનાંઓએ આપણા ગ્રામઉદ્યોગને તોડી પાડવામાં ભજવ્યો હતો તે આજે આપણી મિલે અને કારખાનાંઓ આપણા ગ્રામઉદ્યોગને આગળ વધવા ન દેવામાં ભજવી રહ્યાં છે. બ્રિટિશરો સાથે આપણું" સ્વાતંત્ર્યયુદ્ધ ચાલતું હતું તે વખતે ગાંધીજીએ રેંટિયાનો અને ગ્રામઉદ્યોગોનો ઉદ્ધાર કરવા માટે કેટલીક સંસ્થાઓ પણ સ્થાપી હતી; પરંતુ જ્યાં સુધી મિલે અને કારખાનાં ઉપર અંકુશ મૂકવામાં ન આવે અને આપણા ગ્રામઉધોગ તથા ગૃહઉદ્યોગોને રક્ષણ આપવામાં ન આવે ત્યાંસુધી તેનો ઉદ્ધાર કેવી રીતે કરવો એ એક કોયડો છે. મિલે અને કારખાનાં ઉપર કાંઈ પણ અંકુશ સરકાર જ મૂકી શકે. પણ સરકારે તે કેન્દ્રિત ઉદ્યોગની નીતિ અપનાવી છે. તેને લાગે છે કે એ વિના આપણું જીવનધોરણ ઊંચું આવી શકશે નહીં. એની ચર્ચા અમે ઉદ્યોગીકરણના પ્રકરણમાં કરી છે. આપણાં ગામડાંના કામધંધા તો ગયા જ છે. તે ઉપરાંત અંગ્રેજી રાજ્યમાં શરૂ થયેલી અને આજે પણ ચાલતી કેળવણી શહેરની જરૂરિયાતોને લક્ષમાં રાખી યોજવામાં આવતી હોઈ, ગામડાંને જે માણસ ભણે તે ગામડાંને મટી જાય છે અને શહેરમાં જતા રહે છે. ગામડાંના શાહુકારે ખેડૂતોમાં ધીરધાર કરતા, તેઓ પણ તેમાં કસ રહેલો ન હોવાને લીધે પોતાની મૂડી શહેરની મિલમાં રોકતા થઈ ગયા છે. શાહુકારોનું સ્થાન કશા વિધિનિષેધ વિનાના અને દયાહીન વ્યાજખેર લોકોએ લીધું છે. ગામડાંઓમાંથી ભણેલાઓની બુદ્ધિની સાથે ત્યાંના શાહુકારોની મૂડી પણ શહેરોમાં જઈ પડી છે, આજે કસબા જેવાં મેટાં ગામડાઓમાં અંગ્રેજી નિશાળે ચાલતી જોવામાં આવે છે. એ નિશાળે ગામડાંના છોકરાંઓને શહેરમાં ધકેલવામાં અને શહેરની તકલાદી અને ગામડાં માટે અનાવશ્યક વસ્તુઓ ગામડાંમાં દાખલ કરવામાં તથા ગામડાંઓને શહેરને ચેપ લગાડવામાં જાણ્યે અજાણ્યે નિમિત બને છે. તેથી જ ગાંધીજીએ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 42150