પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
૪૩
 

________________

4/25/2021 ૭. મામડાં અને શહેરે ૧૯૨૨ના માર્ચમાં તેમના ઉપર રાજદ્રોહનો મુકદ્દમે ચાલ્યો ત્યારે " અદાલત સમક્ષ જે એકરાર કરેલે તેમાં કહેલું કે, હિંદુસ્તાનની અધભૂખી આમજનતા ધીમે ધીમે ચેતનાવિહીન થતી જાય છે તેનું આપણા દેશના શહેરમાં વસનારાઓને ભાગ્યે જ કશું ભાન હશે. તેમાં ભાગ્યે જ જાણતા હશે કે તેમને જે મામૂલી સુખસગવડ મળી રહે છે તે પરદેશી શાષકને માટે જે કામગીરી તેઓ બજાવે છે તેની દલાલી છે. તેમના નફા અને તેમની દલાલી આમજનતાને ચૂસીચૂસીને મેળવેલી હોય છે...... મને છાંટાભાર શંકા નથી કે, જે ઉપર ભગવાન વસતા હોય તો ઈંગ્લડે અને હિન્દુસ્તાનના શહેરનિવાસીઓએ ઈતિહાસમાં જેને જે જડે નહીં એ માનવતા સામે ગુનો કર્યો છે તેનો તેમણે જવાબ દેવો પડશે. e આપણા દેશમાં વધતી જતી બેકારીના નિવારણ અર્થે આપણી સરકારે ખાદી તથા બીજા ગ્રામઉદ્યોગને સંરક્ષણ આપવાની નીતિ હમણાં શરૂ કરી છે; પણ અમે ઉપર જણાવી ગયા તેમ આપણાં કારખાનાં ઉપર અસરકારક અંકુશ મૂકવામાં ન આવે ત્યાં સુધી એ નીતિથી કશું વળે એમ દેખાતું નથી. એટલે ગામડાંઓએ પોતે જ આત્મરક્ષણના ઉપાયો લેવા પડશે. આપણાં ગામડાંને બચાવવાને ઉપાય આપણા ગ્રામનિવાસીએના જ હાથમાં છે. આપણા ખેડૂતો બરાબર સમજે અને સમજપૂર્વક આપણાં ગામડાંને આર્થિક બાબતમાં સ્વયં સંપૂર્ણ બનાવે તો ગામડાં ઉપરના આર્થિક હુમલામાંથી પેતાને બચાવી શકે. વળી કેળવણીની બાબતમાં પણ ગાંધીજીએ બતાવેલી નઈ તાલીમની પદ્ધતિ તેના પૂરેપૂરા અર્થમાં આપણે ગામડાંમાં દાખલ કરીએ તો તે પણ ગામડાને સ્વયંસંપૂર્ણ અને સંસ્કારી બનાવવામાં ઘણી મદદ કરે. ગામડાંના લોકો આ બે વસ્તુઓ જ્ઞાનપૂર્વક કરે તે ગામડાંમાં નવી તાકાત આવે અને તેઓ પોતાનું સ્વાભાવિક સ્થાન મેળવે. ગામડાં ઉપરના શહેરોના આક્રમણ સામે આ જ એક અસરકારક અને સ્વાવલંબનનો ઉપાય છે, ગામડાં સ્વયંસંપૂણ બનવાની સાથે જ શહેર સાથેના તેમના સંબંધ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 43/50