પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
૪૪
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ન્યાયી અને હોવો જોઈ એ તે કુદરતી થઈ જશે. આપણાં ગામડાંને સ્વયં સંપૂર્ણ બનાવવામાં ભૂદાનપ્રવૃત્તિ તરફ અમે આશાની નજરે જોઈ રહ્યા છીએ. એ પ્રવૃત્તિને એક ઉદ્દેશ જમીનની સમાન વહે ચણી કરવાનો છે. તે ઉપરાંત જેઓ જાતમહેનતથી ખેડે તેમની જ પાસે જમીન રહે, એવો પણ તેને ઉદ્દેશ છે. ખેડૂતોમાં જમીનની સમાન વહેંચણી થાય એટલે દરેક ખેડૂત પાસે ઓછી જમીન આવવાની, કારણ ખેડૂતોના પ્રમાણમાં આપણા દેશમાં ખેડવા લાયક જમીનનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે ખેડૂતને પૂરું કામ આપવા માટે તથા તેનું સારી રીતે ગુજરાન થઈ શકે તે માટે એકલી ખેતીને આર્થિક ઘટક બનાવી શકાશે નહીં. ખેતી, ગોપાલન તથા ગ્રામઉદ્યોગો થઈને ખેડૂતનું ગુજરાન સારી રીતે ચાલી શકે તેવા આર્થિક ઘટક બનાવી શકાય. એમ થાય તો આપણું ગામડાં સહેજે સ્વયંસંપૂણ બને. વળી ભૂદાનપ્રવૃત્તિની સફળતાનો આધાર બિનખેડૂત જમીનમાલિકોનો બેજો અત્યારે ખેડૂતો ઉપર પડે છે તે પણ દૂર થાય તે ઉપર છે. એટલે કે એવા જમીનમાલિકોએ ખરા ખેડૂત બનવું જોઈએ, અથવા તો જમીન ઉપરની માલકી છોડી દેવી જોઈએ. | આપણાં ગામડાં સ્વયંસંપૂર્ણ અને સ્વાવલંબી થાય તે શહેરા સાથેના તેમના સંબંધ આપોઆપ ન્યાયી અને બંનેને હિતકારી થાય. ૮ : લેકશાહી લયાહીની ભાવના અત્યારે તો આપણે પશ્ચિમ પાસેથી લીધેલી જણાય છે. આપણા દેશમાં પ્રજાસત્તાક રાજ્યો હતાં એવું કહેવાય છે. પણ તેમાં અમુક આગળ પડતાં કુટુમ્બા પાસે જ સત્તા રહેતી. વળી ગ્રામપંચાયતોમાં તથા વેપારી મહાજનોમાં લેકશાહીનો ભાવના હતી Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4450