પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
૫૧
 

________________

4/25/2021. Gandhi Heritage Portal Fundamental Works; સર્વોદય સમાજની ઝાંખી ૯. નઈ તાલીમ વળવું એમાં કાંઈ માનવતાનું કલ્યાણ નથી; જ્ઞાનપૂર્વક એ માર્ગે વળવું જોઈ એ. તે તો લેભ, સ્વાર્થ અને ભય તથા વેરવૃત્તિને ત્યાગ કરવાથી જ થઈ શકે. સર્વોદય આપણને એ માર્ગ બતાવે છે. - ૯ : નઈ તાલીમ સર્વોદયમાં શિક્ષણની વ્યવસ્થા પણ સદયના આદર્શને અનુકૂળ કરવી જોઈશે. સામાજિક તથા આર્થિક સમાનતાને પોષણ મળે, અને જેમાં શ્રમનિષ્ઠાને ઉત્તેજન મળે, એવો સત્યનિષ્ઠ અને અહિંસાપરાયણ સમાજ આપણે રચે છે. બાળકની કેળવણી બચપણથી જ એ આદશને પોષક હોવી જોઇએ. ગાંધીજીએ નઈ તાલીમની યોજના આવો ઉદ્દેશ ધ્યાનમાં રાખીને આપણી સમક્ષ મૂકી છે. પોતાની ચેજના સન ૧૯૩૭ માં પહેલી વાર જે પરિષદમાં રજુ કરી તે પરિષદમાં એમણે એવી મતલબનું કહેલું કે “આ દેશ આગળ અને તેની મારફત દુનિયા આગળ કેટલાક નવા વિચારો મૂકવાનો હું દાવો કરી શકું એમ છું. મેં અત્યાર સુધીમાં જે વિચારોની ભેટ જગતને ચરણે ધરી છે તેમાં આ વિચાર મને સૌથી વિશેષ ક્રાંતિકારી અને સૌથી વિશેષ કલ્યાણકારી લાગે છે. આથી વિશેષ મહત્ત્વની કે વિશેષ કીમતી ભેટ હું દુનિયા આગળ ધરી શકું એમ મને લાગતું નથી. મારા આખા રચનાત્મક કાર્યક્રમને અમલી રૂપ આપવાની ચાવી આમાં રહેલી છે. જે નવી દુનિયાની હું ઝંખના કરી રહ્યો છું, તે આમાંથી નિપજાવી શકાય એમ છે. આ મારો છેલ્લો વારસો છે.” અતિ સંયમથી બોલનારા ગાંધીજીએ નઈ તાલીમને વિષે આવો ભારે દાવો શા માટે કર્યો તે આપણે સમજવું જોઈએ. - કેળવણીને સાર્વત્રિક કરવાની વાત છેલ્લાં ઘણાં વરસેથી દુનિયામાં ચાલે છે. પણ હજી કોઈ દેશ, અમેરિકા જેવો શ્રીમંત દેશ પણ, Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works; સર્વોદય સમાજની ઝાંખી 150