પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
૫૨
 

________________

4/25/2021 પર સર્વોદય સમાજની ઝાંખી પ્રાથમિક કેળવણીથી ઓગળની કેળવણી સાર્વત્રિક કરી શકયો નથી. એનું મેટું કારણ એ છે કે અત્યારની આપણી કેળવણી અમુક ઉપલા ઉજળિયાત વેગને જ પોષાય એવી છે. એ કેળવણી વગ ભેદ નિમણ કરનારી છે. સમાજમાં શિક્ષિત લોકોના જાણે એક જુદે વગર જ બની જાય છે. એ વર્ગને આપણે ઉજળિયાત વર્ગ અથવા મહેનતમજુરી નહીં કરનારો વર્ગ કહી શકીએ. ખેડૂત અથવા કારીગર વર્ગને અત્યારની કેળવણી ઉપયોગી થઈ શકે એવી નથી. ખેડૂતનો છોકરો અથવા કારીગરનો છોકરો એ કેળવણી લે છે તે પોતાને ખેતીને ધંધે અથવા સુથારી લુહારી એવા કારીગરના ધંધા એ કરી શકતા નથી. ખેતીવાડીની કોલેજમાં પાસ થયેલા સ્નાતકામાંથી પણ ભાગ્યે જ કોઈ ખેડૂતનું જીવન પસંદ કરે છે. તે ખેતીવાડી ખાતામાં કારકુન અથવા અમલદાર થાય છે. એવી જ રીતે ઔદ્યોગિક શિક્ષણ લીધા પછી પણ એ ઉદ્યોગ ખીલવવા પાછળ તેનું ચિત્ત હોતું નથી, પણ એ ઉદ્યોગના ખાતામાં નોકરી લેવાનું પસંદ કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે ખેતીના કે બીજા ઉદ્યોગના સિદ્ધાંત તે ચોપડીઓમાંથી શીખ્યો હોય છે, પણ ખેતીની અથવા તો કારીગરના ધંધાની કળા તેને પાકી આવડતી હોતી નથી, એટલે તે વ્યવસ્થા કે દેખરેખ રાખવાનું કામ કરે છે અથવા એ ધંધાને લગતી કારકૂનીનું કામ કરે છે. આવા ભણેલા માણસને કેાઈ વિરલ અપવાદ બાદ કરતાં મોટે ભાગે જાતમહેનત અથવા શ્રમ કરવા તરફ નફરત હોય છે, એટલે એમને બેઠાડુ વગમાં જ દાખલ થવાનું ગમે છે. ગાંધીજીની નઈ તાલીમને મુખ્ય સિદ્ધાંત એ છે કે બાળકોની કેળવણી તેમની આસપાસની કુદરતી અને સામાજિક પરિસ્થિતિને અનુકુળ એવા કોઈ ઉપાદક ઉદ્યોગ દ્વારા થવી જોઈ એ. ઉદ્યોગ એવો પસંદ કરો, જેમાં બાળકને કેળવણી આપવાની શકયતાઓ વધારેમાં વધારે હોય. એ ઉદ્યોગને લગતી બધી વિગતો અને ક્રિયાઓ શાસ્ત્રીય બે અને કુશળતાથી શિખવાડવામાં આવે અને ઉદ્યોગ પણ કાળજીપૂર્વક Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2450