પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
૫૩
 

________________

4/25/2021 ૫૩, -૯, નઈ તાલીમ અને બાહોશીથી ચલાવવામાં આવે, તો તે દ્વારા વિદ્યાર્થીની કર્મેન્દ્રિય તેમજ જ્ઞાનેન્દ્રિયોને સંગીન કેળવણી આપી શકાય, એટલું જ નહીં પણ સાતે ધોરણના વિદ્યાથીઓના કુલ ઉત્પાદનની રકમમાંથી શાળા ચાલી -શકે. આમાં હેતુ એ હતો કે શાળાને ખર્ચની બાબતમાં સ્વાવલંબી બનાવવી, જેથી પ્રાથમિક કેળવણીને સાર્વત્રિક કરવામાં સમાજને કે સરકારને કશો ખાસ ખર્ચ કરવો પડે નહીં અને બાળકને પણ ઉત્તમ કેળવણી મળે. સ્વાવલંબનને તેમણે પોતાની યોજનાની તેજાબી કસોટી (acid test) કહી છે. આટલી યોજના તેમણે ૧૯૩૭ માં રજૂ કરી. પછી ૧૯૪૨ માં આગાખાન મહેલમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા, ત્યાં પોતાની આ યોજના ઉપર તેમણે વધારે ચિંતન કયુ. તેમને લાગ્યું કે મેં સાત કે આઠ વર્ષની પ્રાથમિક કેળવણીની યોજના આપી છે તે પૂરતું નથી. ખરી રીતે માણસની કેળવણી ગર્ભાધાનથી શરૂ થાય છે અને દેહાંત સુધી ચાલે છે, એટલે તેમણે સાત વર્ષથી ઓછી ઉમ્મરનાં બાળકો માટે પૂર્વ બુનિયાદી શિક્ષણ, ચૌદ કે પંદર વર્ષ પછીનાં બાળકે માટે ઉત્તર બુનિયાદી અને મહાવિદ્યાલય શિક્ષણ, અને જેમાં વિદ્યાથી અવસ્થાની ઉમ્મર વટાવી ગયાં હોય એવાં મોટી ઉમ્મરનાં સ્ત્રીપુરુષો માટે પ્રૌઢ શિક્ષણની યોજનાઓ રજૂ કરી. ઉત્તર બુનિયાદી અને મહાવિદ્યાલયમાં પણ વિદ્યાથી કમાતા જાય અને ભણતો જાય, એ સૂત્ર રાખ્યું, એટલે વિદ્યાથી ગમે તેટલાં વર્ષ ભણે તે પણ તેના માબાપ ઉપર કે સમાજ ઉપર તેના ગુજરાતના બજે ન પડે. એ જ પ્રમાણે પ્રોઢશિક્ષણ પણ પિતાની આજીવિકા માટે પ્રૌઢ જે ધંધો કરતો હોય તેની આસપાસ એવી રીતે ગૂંથવાનું છે કે તે પોતાનું જીવન સારી રીતે ગાળતાં શીખે, એટલું જ નહીં, પણ પોતે જે ધંધો કરતો હોય તેમાં પોતાની કુશળતાથી વધારે અને ધંધામાં શકય તે સુધારા કરી પોતાનું ઉત્પાદન તે વધારી શકે. | પછી સાતથી ચૌદ કે પંદર વર્ષની ઉંમરના બાળકો માટેની બુનિયાદી શાળામાં કયે ઉદ્યોગ રાખો, જેની મારફત બધી કેળવણી Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3/50