પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
૫૪
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી સારી રીતે આપી શકાય, એ વિચારવાનું આવ્યું. આમ તો આપણા દેશનો મૂળ ઉદ્યોગ ખેતી ગણાય, પણ ખેતીની બધી ક્રિયાઓ એવડી ઉંમરનાં બાળકો કરી શકે નહીં', ખેતીમાં બારે મહિના એક સરખું કામ પણ મળી શકે નહીં. કામનો વખત કુદરતની સાનુકૂળતા ઉપર આધાર રાખે. આ બધું વિચારતાં બુનિયાદી શાળાનાં બાળકે માટેખેતીના ઉદ્યોગ રાખવામાં સગવડ જણાઈ નહીં. વળી એ ઉદ્યોગ એવો હોવો જોઈએ કે તેમાંથી જે પેદા થાય, તેની જરૂરિયાત સાર્વત્રિક હાય. આ બધા વિચાર કરીને બુનિયાદી શાળામાં ખાદીના ઉદ્યોગ રાખવાનું ચોગ્ય માન્યું. એ ઉદ્યોગ એવો છે કે એની ક્રિયાઓ જ્યારે કરવી હોય ત્યારે કરી શકાય, અને જ્યારે છોડી દેવી હોય ત્યારે છોડી શકાય. એમાં પણ કપાસ ઉગાડવાની ખેતી તો બુનિયાદી શાળામાં કરવાની આવે જ છે. કપાસ ઉગાડવાથી માંડીને કપડું વણાય ત્યાંસુધીની બધી ક્રિયાઓ ચૌદ પંદર વર્ષની ઉંમરનાં બાળકે કરી શકે. વળી ખેતી જેમ મૂળ ઉદ્યોગ છે તેમ કપડાં તૈયાર કરવાં એ પણ એટલું જ મહત્વનો મૂળ ઉદ્યોગ છે. કપડાંની જરૂરિયાતને કેટલાક ખોરાકની જરૂરિયાતથી બીજો નંબર આપે છે. પણ સભ્ય સમાજમાં કપડાંની જરૂરિયાતના પહેલા નંબર આપવાને હરકત નથી. વિનોબાજીએ એક સ્થળે કહ્યું છે કે તમે સમાજમાં ભૂખે પેટે જાઓ તો કશી હરક્ત ન આવે, પણ કપડાં પહેર્યા વિના તમે સમાજમાં જઈ શકે નહીં. ખાદીના ઉદ્યોગમાં કપાસ ઉગાડવાથી કપડું વણતાં સુધીમાં નાની મોટી એટલી ક્રિયાઓ આવે છે કે સાતથી પંદર વર્ષ સુધીનાં બાળકોને તેમની ઉંમર પ્રમાણે જુદાં જુદાં કામ આપવાની સગવડ મળી રહે. વળી એની મારફત ગણિત, ઇતિહાસ, ભૂગોળ, હવામાન, યંત્રશાસ્ત્ર એવા ઘણા વિષયો સહેલાઈથી શીખવી શકાય એમ છે, એટલે બુનિયાદી શાળામાં ખાદી અથવા વસ્ત્રવિદ્યાને મૂળ ઉદ્યોગ રાખવો એ બધી રીતે અનુકૂળ છે. 1 ઉત્તર બુનિયાદીમાં ખેતીની સાથે બીજ ઉધોગો જેવા કે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4150