પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
૫૫
 

________________

4/25/2021 પુષ ૯, નઈ તાલીમ. 1 see સુથારી, લુહારી, કુંભારકામ, ચર્મ-ઉદ્યોગ, ઘાણીકામ, કાગળ બનાવવાનો ઉદ્યોગ, મુદ્રણ-ઉદ્યોગ, એ રાખી શકાય. દરેક ઉત્તર બુનિયાદી શાળામાં આ બધા ઉદ્યોગો રાખવાનું અનુકૂળ ન આવે, પણ અનુકૂળતા પ્રમાણે જુદી જુદી ઉત્તર બુનિયાદી શાળાઓમાં એમાંના એક કે બે ઉદ્યોગો રાખી શકાય. ગાંધીજીની આ યોજનાને આપણા દેશમાં બધા કેળવણીકારોએ તથા જુદી જુદી પ્રાંતીય સરકારનાં કેળવણી ખાતાંઓએ સંપૂર્ણપણે વધાવી લીધી છે, એમ ન કહી શકાય. ઉદ્યોગ મારફતે કેળવણી આપવાને સિદ્ધાંત મોટે ભાગે સ્વીકારવામાં આવેલું છે, કારણ પશ્ચિમમાં પણ વાંચવા લખવા મારફત કેળવણી આપવાને બદલે વિવિધ પ્રવૃતિઓ દ્વારા કેળવણી આપવાની પદ્ધતિને ઉત્તમ ગણવામાં આવેલી છે. પરંતુ ગાંધીજીએ તે કોઈ પણ ઉત્પાદક ઉદ્યોગને કેળવણીનું વાહન ગયું છે અને સ્વાવલંબનને પોતાની યોજનાની તેજાબી કસોટી કહી છે. ઘણા કેળવણીકારને આ વસ્તુ રુચતી નથી. કેળવણી જેવી સંસ્કારપષક પ્રવૃત્તિને ઉત્પાદક ઉદ્યોગ સાથે જોડવી અને તેમાંથી કમાણી કરવી એ જ તેમને બજાર વૃત્તિ જેવું લાગે છે. વળી કેળવણીને અર્થ સાથે જોડવાથી શિક્ષકા બાળકો પાસે વધારે પડતું કામ કરાવશે અને એ રીતે આ કેળવણીમાં બાળકોનું શોષણ થશે, એવી પણ ભીતિ તેમને લાગે છે. શોષણના પ્રશ્ન બાજુએ રાખતાં પણ કેટલાક કેળવણીકારોને લાગ્યું કે શાળાનું સ્વાવલંબન શકય નથી, કારણ બાળકાના કામમાં ઉત્પાદન કરતાં બગાડ વધારે થવાનો. વળી તેમણે ઉત્પન્ન કરેલી ખાદી સારી અને પ્રમાણુયોગ્ય ન હોય, એટલે એને વેચવામાં મુશ્કેલી આવે. ગાંધીજીની યોજનામાં કેળવણીનાં બીજાં જે તરે છે તે તેમણે સ્વીકાય, દાખલા તરીકે વ્યક્તિગત તેમજ સામુદાયિક સફાઈને લગતી પ્રવૃત્તિ કરવી; રાષ્ટ્રિય, ધાર્મિક, ઋતુઓના, એવા ઉત્સવો ઊજવવા; જેમાંથી મનોરંજનની સાથે કેળવણી મળવાની રાકથતા હોય એવા પ્રસંગોને બાળકોના નાટ્યપ્રયોગોમાં ઉતારવા; Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 550