પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
૫૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી શાળાને લગતાં સઘળાં કામકાજની વ્યવસ્થા બાળકોને સેપિી તેમને સ્વરાજની તાલીમ આપવી; બાળક પાસે હસ્તલિખિત પત્રો ચલાવવાં વગેરે. આ બધી પ્રવૃત્તિઓ બાળકની કેળવણીનાં મહત્ત્વનાં અને ઉપયોગી અંગે છે અને એને સ્વીકાર થવાથી શાળામાં આવશ્યક સુધારા જરૂર થયા છે. આની સાથે છેડે વખત બાળકોએ ઉત્પાદક ઉદ્યોગમાં આપવો. એ પણ તેમણે સ્વીકાર્યું. પણ બાળકે પાસે ઉત્પાદક ઉદ્યોગ તેઓ સારી રીતે કરાવી શક્યા નહીં, કારણ શિક્ષકોને બીજી પ્રવૃત્તિઓમાં જેટલે રસ હતો તેટલે ઉત્પાદક ઉદ્યોગમાં નહોતો. વળી શિક્ષકોને ઉદ્યોગ સારી રીતે આવડતા પણ નહોતા, એટલે ઉદ્યોગ મારફત શાળાને રવાવલંબી બનાવવાનો વિચાર તેમને મુશ્કેલ જણાયા; એટલું જ નહીં, પણ બુનિયાદી શાળાઓનું ખર્ચ ઓછું થવાને બદલે ઉદ્યોગ તથા અન્ય પ્રવૃત્તિઓ શાળાઓમાં દાખલ કરવામાં આવી, તેને લીધે જુની પદ્ધતિની શાળાઓ કરતાં ઊલટું વધ્યું. ઉદ્યોગ કુશળતાપૂર્વક નહીં ચલાવી શકવાથી તેમાં બગાડ થવા માંડ્યો. એવી પણ ટીકાઓ થવા લાગી કે આ તે લેકે ના પૈસાને દુર્વ્યય થાય છે અને બાળકની સાહિત્યિક અથવા સાક્ષરી કેળવણીનું ધોરણ ઊતરતું જાય છે. આમાં અત્યારના શિક્ષકોની કેટલીક ઊણપ, એ પણ એક પ્રધાન કારણ હતું. આજના શિક્ષકોમાં વ્યવસ્થિતતાની, ચોકસાઈની, નિયમિતતાની, સ્વચ્છતાની, એવી બધી ટેવોની બાબતમાં બહુ ઊણપ જવામાં આવે છે. જીવનને લગતી સાધારણ બાબતોમાં જેમના વિચાર ઘડાયેલા ન હોય એવા માણસો પણ શિક્ષકો થઈ શકે છે. જે કોઈ હોશિયાર અને ઉત્સાહી હોય તે શિક્ષકના ધંધામાં આવતા જ નથી. જેઓ આવે છે તેઓ આ નોકરીમાં પેટ પૂરતું અમને મળતું નથી એવી ફરિયાદ કર્યા કરે છે. આ શિક્ષકોને ઉદ્યોગની તાલીમ આપવામાં આવે તો તેઓ તાલીમ લેવા જવા તથા જાય તે ચિત્ત દઈને તાલીમ લેવા રાજી હોતા નથી. આ માટે પ્રયોગ જેમાંથી Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 6/50