પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
૫૭
 

________________

4/25/2021 ૫૭ -૯, નઈ તાલીમ - અહિંસક સમાજરચનાની અથવા સર્વોદયની આશા રાખવામાં આવે છે, તે અસંતુષ્ટ, પિતાના ધંધામાં પૂરતા રસ વિનાના અને નિરુત્સાહી શિક્ષકો મારફત થઈ શકે નહીં. તે બિનઅનુભવી નવજવાન શિક્ષકોના હાથમાં ભવિષ્યની ઊગતી પેઢીને સોંપવાનું હિતાવહ ન જ ગણાય. તેને ઉપાય. વિનોબાજી એ ના હાથમાં કેળવણી સોંપવી. વાનપ્રસ્થ શિક્ષકને સંસાર વ્યવહારનો તથા ઉદ્યોગધંધાને પાકે અનુભવ હોય એટલે કેળવણીની દૃષ્ટિએ શિક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય એવા નહીં. સામાન્ય રીતે પોતાની શક્તિઓ પૂરી ખીલેલી હોય અને પોતે સમાજસેવાનાં કામ કરવાને બરાબર શક્તિ ધરાવતા હોય તે વખતે માણસે વાનપ્રસ્થ થવું જોઇએ. વિનોબાજીની આ સૂચના વધાવી લેવા જેવી છે. બીજી મુશ્કેલી આપણા અભ્યાસક્રમની છે. કેળવણી ખાતાના અમલદારોના મનમાં એ ચિંતા રહ્યા જ કરે છે કે, અક્ષરજ્ઞાનના વિષય, જેને તેઓ બૌદ્ધિક વિષયા કહે છે, તેની માહિતીનું ધોરણ જરાપણ ઊતરવું જોઈએ નહીં', જુની ઢબની વાચન લેખન મારફત મળી શકે એવી અને જેને માટે ગોખણને પણ આશ્રય લેવો પડે એવી માહિતીની અપેક્ષા અભ્યાસક્રમમાં અને પરીક્ષાઓમાં રાખવામાં આવે છે. હવે ઉદ્યોગમાં જેટલે વખત જાય તેટલો વખત પેલા વિષયોમાંથી ઓછો થાય એ વસ્તુ આપણે સ્વીકારવી જોઇએ. ઉદ્યોગ મારફત વિષય શીખવવાથી તે તે વિષયનું જ્ઞાન વધારે સંગીન થાય એ વાત ખરી, પણ જુની ઢબ પ્રમાણે વિષયોના માટે ભાગે ગોખણિયા જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવે, તે એ ફળીભૂત થાય નહીં. એટલે ઉદ્યોગ મારફત શિક્ષણ આપવું હોય તો આપણા અભ્યાસક્રમમાં ધરમૂળના ફેરફારો કરવા જોઈએ અને પરીક્ષાનું -સ્વરૂપ પણ મૂળમાંથી બદલવું જોઈએ. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 7150