પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
૫૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી નઈ તાલીમ કેવી રીતે અમલમાં મૂકવી એને વિચાર આપણે સ્વાવલંબી અને સ્વયંસંપૂર્ણ ગોમડાંની દષ્ટિએ કરી જોઈએ. નઈ તાલીમ સારી રીતે અમલમાં મુકાય તો આપણાં ગામડાંને સ્વાવલંબી અને સ્વયંસંપૂર્ણ બનાવવાનું સહેલું પડે. એક રીતે જોઈએ તે નઈ તાલીમ અને નવી ઢબનાં સ્વયંસંપૂર્ણ ગામડાં એ બે પરસ્પરાલંબી વસ્તુ છે. નઈ તાલીમ એ મૅન્ટેસરી પદ્ધતિ અથવા ડૉટન ગ્લૅન જેવી શિક્ષણની એક નવી રીત અથવા પદ્ધતિ નથી, પણ એક જીવનદર્શન છે. સર્વોદયનાં સધળા અંગે પરસ્પર એવાં સંલગ્ન છે કે એક વિના બીજું વિકલ રહી જાય. ખેતી, ખાદી, ગ્રામઉદ્યોગ, આરોગ્યસંરક્ષણ, સાદાઈ, જાતમહેનત અથવા શ્રમનિષ્ઠા, સત્ય અને અહિંસા એ બધાં એક બીજાના પૂરક અને પોષક છે. એ બધું મળીને જીવનનું એક સમગ્ર દર્શન થાય છે. એટલે બધાંનો સમગ્ર દષ્ટિએ જ વિચાર કરવો જોઈએ.' દયમાં કેળવણીને આપણે સરકારી અંકુશ અને સરકારી નિયમનથી સ્વતંત્ર રાખવી જોઈએ. સર્વોદયમાં રાજ્યતંત્ર ઓછામાં ઓછું હશે. જેમ ઇન્સાફને આપણે રાજ્યથી સ્વતંત્ર રાખવાનો વિચાર રાખે છે, તે જ પ્રમાણે તમામ કેળવણીને પણ રાજ્યથી રવતંત્ર રાખવાનો સિદ્ધાંત આવશ્યક છે. - પૂર્વ બુનિયાદી અને બુનિયાદી શિક્ષણ આપવાની જવાબદારી ગ્રામપંચાયતને માથે હોય. ઉત્તર બુનિયાદી શિક્ષણની જવાબદારી જિલ્લા પંચાયતને માથે હોય અને મહાવિદ્યાલયોની જવાબદારી એ માટે રચવામાં આવેલાં ખાસ વિદ્રમંડળાને માથે હોય. આ વિક્રમંડળા પૂર્વ બુનિયાદી, બુનિયાદી તથા ઉત્તર બુનિયાદી શિક્ષણના સંબંધમાં માર્ગદર્શનરૂપે પિતાની સૂચનાઓ પણ આપે, શાળાઓને ઉપયોગી થઈ શકે એવાં પુસ્તકો રચે અને નમૂનારૂપ અભ્યાસક્રમો પણ ધડે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 8/50