પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
૫૯
 

________________

4/25/2021 ૯, નઈ તાલીમ કે બુનિયાદી શાળામાં શિક્ષક દરરોજ એકાદ કલાક સાક્ષરી વિષયને આપે અને બાકીનો વખત વિદ્યાર્થીઓ સાથે ઉપાદક ઉદ્યોગ કરે. એવો ઉદ્યોગ કરતાં કરતાં પોતાના વિદ્યાર્થીઓને શિક્ષકે જરૂરી જ્ઞાન આપતા રહે. તેઓ સવારની તથા સજની પ્રાથના પણ કરાવે, અને પ્રાર્થનાની સાથે થોડો વખત કંઈક પ્રવચન કરી, નવું નવું જ્ઞાન આપતા રહે. પિતાના ઉદ્યોગમાંથી શિક્ષકો કાંઈક કમાણી કરે, અને તેમના કુટુંબનિર્વાહ માટે જે ખૂટે તે તેમને ગ્રામપંચાયત તરફથી મળે. - બુનિયાદી શાળા એ ગામની સ્વચ્છતા, આરોગ્ય તથા સંસ્કારનું કેન્દ્ર હોય. ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી બુનિયાદી શાળાને માથે હોય. શિક્ષકોની સાથે અને એમની દેખરેખ નીચે વિદ્યાર્થી એ સ્વછતાનું કામ કરે. તેથી એમને બહુ મહત્ત્વની અને જીવનને માટે ઉપયોગી કેળવણી મળે. ગામના આરોગ્યની જવાબદારી પણ શિક્ષકોને માથે હેય. પાણી, માટી, શુદ્ધ હવા તથા સૂર્યના તડકાના ઉપચાર વિશે તેઓ લેકોને સામાન્ય જ્ઞાન આપે તથા દર્દીને ઉપચાર શી રીતે કરવા એ વિશે સમજ આપે તથા ઉપચાર કરવામાં મદદ પણ કરે. વળી ગામમાં મળી આવતી વનસ્પતિના સાદા ઉપચાર તથા કેટલીક નિર્દોષ દવાઓ પણ શિક્ષક તરફથી આપવામાં આવે. તે માટે જિલ્લા પંચાયત તરફથી ચાલતી ઇસ્પિતાલમાં શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવે. વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણી શાળા તરફથી થાય. તેને અંગે વ્યાખ્યાન, રમતોની હરીફાઈ, વ્યાયામના પ્રયોગ, ભજનકીર્તને તથા નાટ્યપ્રયોગોના કાર્યક્રમ શાળા તરફથી યોજવામાં આવે અને તેમાં આખા ગામને નોતરવામાં આવે, એ રીતે શાળા એ ગામનું સંસ્કારકેન્દ્ર બને. ઉત્તર બુનિયાદી શાળા આખા પરગણામાં અથવા કુદરતી પ્રાદેશિક વિભાગ, જેવા કે દસકસી, ચરોતર, વાગડ, ભાલ વગેરે, તેમાં ' ઓછામાં ઓછી એક હોય; તેમાં મૂળ ઉદ્યોગ ખેતી હોય. એ શાળાને Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી g50