પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
૬૧
 

________________

4/25/2021 ૧૦. ચામસફાઈ કેળવણી સાથે ચાલે એમાં કશો વાંધો ન આવે, પણ ત્યાર પછી બન્નેની કેળવણી અલગ રાખવામાં આવે એ ઈચછવા જેવું છે, કારણ બારતેર વર્ષની ઉંમરે છોકરીઓની શરીરરચનામાં ફેરફાર થવાની શરૂઆત થાય છે. તે વખતે તેમને એ વિષયનું જ્ઞાન આપવું જોઈએ, તથા તેમની કાળજીપૂર્વક સંભાળ રાખવી જોઈએ. વળી મેટા ભાગની યુવતિઓ યોગ્ય વયે ગૃહિણી બનવાની એટલે એમનું કાર્યક્ષેત્ર પણ પુરુષોથી અલગ પાડવાનું. તેની કેળવણી પણ એમને આપવી જોઈએ. છતાં કોઈ યુવતિને યુવાનોની સાથે ભણવું હોય અથવા કોઈ યુવાનને યુવતિઓની સાથે ભણવું હોય તે તેમના ઉપર કશા પ્રતિબંધ હોવો. જોઈએ નહીં. ૧૦ : ગ્રામસફાઈ આપણા લોકો અંગત અથવા વ્યક્તિગત સફાઈમાં કાંઈક ઠીક હોય છે, પરંતુ સામૂહિક અથવા સાર્વજનિક સફાઈમાં આપણે બહુ પછાત કહેવાઈ છે. તેને લીધે આપણાં ગામડાં ગંદકીનાં ધામ જેવાં થઈ પડ્યાં છે. ગ્રામપ્રદેશમાં આપણે ફરતા હોઈએ અને મનુષ્યના મનની વાસ આવે એટલે નક્કી જાણવું કે નજીકમાં ગામડું છે. ગામમાં પેસતાં ઉકરડાનાં દર્શન ન થાય એવું પણ ભાગ્યેજ બને છે. ગામના રસ્તા ઉપર ઝાડુ ભાગ્યેજ ફરે છે. ગામના પાદરને આપણે ખુલ્લામાં શૌચ જઈને જઈને ગંદુ કરી મૂકીએ છીએ ગામની પાસે નદી કે તળાવ હોય તો તેને કાંઠે જ જાજરૂ જઈને આપણે એને બગાડી મૂકીએ. છીએ. આપણાં ગામડાંને આકર્ષક અને રહેવાલાયક બનાવવા હોય તે ગ્રામસફાઈ ઉપર આપણે ખૂબ જ ધ્યાન આપવું પડશે. ગામની બુનિયાદી શાળાના વિદ્યાર્થી ઓ અને શિક્ષકો ગ્રામસફાઈનું કામ ઉપાડી. લે તે તેમને પણ સારી તાલીમ મળે અને ગામ પશુ સાફ રહે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 11/50