પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
૬૫
 

________________

4/25/2021 ૧૧. આરોગ્ય આખું ડિલ ચોળીને નાહી શકાય. દરેક કૂવા ઉપર ધેવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ. કૂવાની પાળ ઉપર કપડાં ધોવાની રીત ગંદી ગણાય, કારણ એવા છાંટા કૂવામાં પડે. એ માટે ફૂવાથી થોડે દૂર દેવા માટે પાકી બાંધેલી વ્યવસ્થા કરવી જોઈએ. એનું પાણી પણ કૂવાની પાસે છૂટી જમીન રાખીને કેળ વગેરેનું વાવેતર કરવાનું સૂચવ્યું છે તેમાં જાય. બિહારમાં ચાંડિલ મુકામે ભરાયેલા સર્વોદય સંમેલનમાં ભાઈ કૃષ્ણદાસ શાહે સફાઈ વિશે ટૂંકી નોંધ હિન્દીમાં લખી છે તે બહુ ઉપયોગી હોઈ તેને અનુવાદ કરી પરિશિષ્ટ ર તરીકે આ પુસ્તકની સાથે આપી છે તે તરફ વાચકોનું અમે ધ્યાન ખેંચીએ છીએ, ૧૧ : આરોગ્ય આપણાં ગામડાંમાં લોકેની આરોગ્ય સંબંધી સ્થિતિ એટલી દયાજનક છે કે તે વિશે સ્વતંત્ર પ્રકરણ લખવાની જરૂર છે. લેકાનું આરોગ્ય ખરાબ હોવાનું મૂળ કારણ પૌષ્ટિક ખોરાકને અભાવ, પીવાના સ્વચ્છ પાણીની મુશ્કેલી, તથા ચાંચડ, મછર વગેરેને ત્રાસ એ છે. આપણાં ગામડાંના ગરીબ લોકે પૌષ્ટિક ખોરાકને અભાવે કેટલાક રોગોથી પીડાય છે, જ્યારે શ્રીમંત લેકે તંદુરસ્તી માટે અયોગ્ય અને પચવામાં ભારે ખોરાક ખાવાથી શરીર સારાં રાખી શકતા નથી. એકને સારા ખેરાક મળવાની જરૂર છે, ત્યારે બીજાને સારો અને આરોગ્યદાયી ખોરાક કયો કહેવાય તેનું જ્ઞાન આપવાની જરૂર છે. માંસાહાર નહીં કરનારા લોકોને પ્રાણીજન્ય પ્રોટીન એકલા દૂધમાંથી જ મળી શકે એમ છે. પણ બહુ થોડા ભાગના લોકોને પૂરતું દૂધ મળતું નથી. દરેક માણસને ઓછામાં ઓછું આઠથી બાર અધેળ દૂધ મળવું જોઈએ. એટલું દૂધ મળવાનું તે બાજુએ રહ્યું, પણ મેટાં શહેરોની આસપાસ સ. ૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1550