પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
૬૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી પચીસ, ત્રીસ માઈલ સુધીનાં ગામડાંના લેકે શહેરમાં દૂધ વેચી જાય છે, એટલે તેમને છાશ પણ ખાવા મળતી નથી. વળી ગામડાંમાં લોકોને શાકભાજી પણ બહુ ઓછાં ખાવાની ટેવ હોય છે. લીલોતરી શાકભાજી એ રોગની સામે રક્ષણ આપનારી વસ્તુ છે. તે નહીં મળવામાં એક કારણ ગરીબાઈ છે અને બીજું કારણ અજ્ઞાન છે. સર્વોદયમાં આર્થિક સમાનતાને આપણે આવશ્યક ગણીએ છીએ. એ માટે મહેનત અને પ્રયત્ન કરવાથી જ્યારે આપણે આર્થિક સમાનતા સ્થાપી શકીશું ત્યારે ગરીબાઈનું મુખ્ય કારણ દૂર થશે. લોકોનું અજ્ઞાન દૂર કરવા તેમને સારી કેળવણી આપવાની જરૂર છે. આર્થિક સમાનતા સ્થપાય એટલે ગામડાંમાં તમામ બાળકોને તથા પ્રોઢને પણ કેળવણી આપવાનો પ્રબંધ થઈ શકશે. ખોરાકમાં બે બાબતની કેળવણી આપવાની જરૂર છે. કયો ખેરાક આપણા શરીરને માટે પૌષ્ટિક ગણાય અને તે કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, તથા કો ખોરાક રોગની સામે રક્ષણ આપે છે તે માણસે જાણવું જોઈએ. મોસમનાં ફળ, જેવાં કે, કેરી, જાંબુ, જામફળ, કેળા, પપૈયાં, એ એવાં છે જે રોગની સામે રક્ષણ આપે છે. આ બન્ને વસ્તુઓ પૂરતા પ્રમાણમાં લેવાની જરૂર છે. આપણા શરીરને નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, ક્ષાર આપનાર તથા મળને કાઢનાર દ્રવ્યની જરૂર છે. જે ખોરાકમાં આ બધાં દ્રવ્ય શરીરને જોઈએ તેટલા પ્રમાણમાં હોય તેને યુક્તાહાર (બૅલન્ડ ડાયેટ ) કહે છે. આપણા ખોરાક-શ્રીમતને તેમજ ગરીબ લેકાના–મોટે ભાગે યુક્તાહાર નથી હોતો. લોકોને એ બાબતની કેળવણી આપી યુક્તાહાર લેતાં કરવાની જરૂર છે. વળી આપણને સામાન્ય રીતે પેટ તણાય એટલું, એટલે વધારે પડતું ખાવાની ટેવ હોય છે. મોટા ભાગના માણસો બરાબર ચાવીને પણ ખાતા નથી. તળેલી વસ્તુઓ પણ આપણે વારંવાર ખાઈ એ છીએ. તળેલી વસ્તુઓ પચવામાં ભારે થાય છે. વારંવાર આચરકુચર Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 16/50