પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
૬૭
 

________________

4/25/2021 ૧૧. આરોગ્ય ખાયાં કરવું એ પણ સારું નથી. દિવસમાં બે કે ત્રણ વખત જ ખાવું જોઈએ. ગાંધીજીએ તો કેવળ મિતાહાર નહીં પણ અપાહાર કરવાની સલાહ આપી છે. થોડી ભૂખ રહે અને ભાણા ઉપરથી ઊઠી જવું એ અલ્પાહાર કહેવાય. અ૯પાહાર કરવાથી શરીરમાં સ્કૂતિ સારી રહે છે. | ચા તથા કોફી પીવાનો રિવાજ આપણા દેશમાં બહુ વધી ગયો છે. એ પીણાની શરીરને કશી જરૂર નથી. વળી આપણે જે રીતે એ પીએ છીએ તે તો નુકસાનકારક જ છે. ઘણાખરા લેકે ચાને અને કોફીના તદ્દત ઉકાળો કરીને પીએ છે. ચા તથા કૅફી ઉકાળવાથી તેમાંથી પાચનશક્તિને નુકસાન કરે એવા પદાર્થ છૂટે છે. એ રિવાજ આપણે ગામડે ગામડે સુધી પહોંચી ગયા છે. વળી તેમાં આપણે કરોડ રૂપિયા બરબાદ કરીએ છીએ અને સાથે આપણાં શરીર પણ બગાડીએ છીએ.. સ્વચછ હવા તથા સ્વચ્છ પાણીની જરૂર તો ખોરાક કરતાં પણ વધારે ગણાય. કેટલાકને મોટેથી હવા લેવાની ટેવ હોય છે, એ અનારોગ્ય ટેવ છે. નસકોરાં વડે જ હવા લેવી જોઈએ. નાકમાં કુદરતે એક જાતની ચાળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જવા પામતી નથી, તેમજ હવા ગરમ થાય છે. વળી હવા હંમેશાં ચાખી લેવી જોઈએ. માથેઢે ઓઢી સૂઈ જવાની ટેવ પણ અનારોગ્ય છે. મોટું હંમેશાં ખુલ્લું રાખીને સુવું. રહેવાની તથા સૂવાની જગ્યા બહુ ભીડ ન હોય તથા આસપાસ ગંદકી ન હોય તે સ્થળે રાખવી. a આજે ઘણાં ગામડાંમાં સ્વચ્છ પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું છે. તેમાં ય કેટલીક કામોને ગાળ્યા વગરનું પાણી પીવાની ટેવ હોય છે. વળી ચોમાસામાં ખેતરે જાય ત્યારે કેટલાક લોકો આસપાસ ખાબોચિયામાં ભરાઈ રહેલું પાણી પીએ છે. ખેતરમાં કામે જતી વખતે ઘેરથી નાની માટલી અથવા ઘડામાં ગાળેલું પાણી લઈ જવાની ટેવ પાડવી જોઈએ. ગળણું હંમેશાં સ્વચ્છ હોવું જોઈએ. જગલના Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 17/50