પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
૬૯
 

________________

4/25/2021 ૧૧. આરોગ્ય મોટા ગણતા માણસે ન કરે તે સામાન્ય જનતા ગેરકાયદે અને છૂપી રીતે દારૂ ગાળે એને શું કહી શકાય ? દારૂતાડી પીવાથી શરીરની તા બરબાદી થાય જ છે. દારૂતાડી પીનારો માણસ એટલે દીવાનો થાય છે કે તેનું જીવન નિરર્થક બની જાય છે. તેમાં પૈસાની બરબાદી ઉપરાંત નીતિની પણ બરબાદી થાય છે. કાયદા ઉપરાંત એ બાબતમાં લેકમત કેળવવાની બહુ જરૂર છે. મદ્ય પાનથી માંણસ ગાંડા જેવો થઈ જાય છે. જયારે અફીણનું વ્યસન તેને જડ, એદી અને ઊંઘણશી બનાવે છે. તે કાંઈ કામ કરી શકતો નથી. એ વ્યસનમાં સપડાયેલા માણસો મરવાને વાંકે જીવતા હોય એવા દેખાય છે. આમ છતાં વૈદ્યક શાસ્ત્રમાં અફીણને દવા તરીકે બહુ મહત્ત્વનું સ્થાન આપવામાં આર્યું છે. માણસે સ્વેચ્છાએ અફીણનું વ્યસન છોડી દેવું જોઈએ, કારણ તેમાં શરીર, બુદ્ધિ અને પૈસાની બરબાદી થાય છે. વૈદ્યક શાસ્ત્રમાં એનું સ્થાન રહેવાનું હોય તે ભલે રહો. જે દલીલ અફીણ ને લાગુ પડે છે તે ભાંગ તથા ગાંજાને પણ લાગુ પડે છે. ભાંગગાંજાને પ્રચાર આપણા સાધુ અથવા બાવા લકામાં ઘણો છે. તમાકુ તો ઘરઘરનું વ્યસન થઈ પડયું છે. આપણે કરોડો રૂપિયાનો ધુમાડે એની પાછળ કરીએ છીએ. બીજા વ્યસનોની ખરાબ અસર જેવી સીધી દેખાય છે તેવી તમાકુની દેખાતી નથી, પણ એનાથી દાંત અને હાજરી ધીમે ધીમે બગડે તો છે જ. હમણાં કેટલાક દાક્તરોનું એવું માનવું છે કે તમાકુ પીનારને કેન્સરનો રોગ થાય છે. તે ગમે તેમ હો, પણ એ ગંદી ટેવ તો છે જ. બીડી પીનાર માણસ માંને ધુમાડા કાઢે છે ત્યારે પાસે નહીં પીનાર માણસ બેઠો હોય તેને અકળામણ થાય છે. પીવા ઉપરાંત ખાવામાં અને સુંઘવામાં પણ તમાકુ વપરાય છે. તમાકુ ખાનારા ઘરના ખૂણામાં તથા ભીંત ઉપર યૂ કતાં શરમાતા નથી. તપખીર સંઘનારનાં કપડાં સામાન્ય રીતે તપખીરના ડાઘવાળાં મેલાં હોય છે. તેથી આપણામાં કહેવત પડી છે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1950