પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
૭૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી કે “ ખાય તેને ખૂણા, પીએ તેનું ઘર, અને સૂવે તેનાં કપડાં, એ ત્રણ બરાબર.” આ વ્યસનથી કશો ફાયદો તો નથી જ. અને આપણા જેવો ગરીબ દેશ એની પાછળ કરોડો રૂપિયા બરબાદ કરે તે એક મોટું નુકસાન છે. આ વ્યસનથી પણ દેશને બચાવવાની જરૂર છે. તમાકુની ખેતી પાછળ લાખ એકર જમીન રોકાય છે. તે પણ એક રીતે જોતાં દેશની સંપત્તિનો મેટ બગાડ છે. આપણે આરોગ્ય સારી રીતે સાચવવું હોય તો આપણું જીવન સંયમી હાવાં જોઈ એ. જીભ ઉપર એટલે સ્વાદેન્દ્રિય પર સંયમ રાખીએ તો આપણે ઘણા રોગથી મુક્ત રહી શકીએ. એવો જ બીજો સંયમ જનનેન્દ્રિય ઉપર રાખવાની જરૂર છે. એ ઇન્દ્રિય ઉપર સંયમ નહીં રાખવાથી આપણી ઘણી શક્તિ, જેનો સદુપયોગ થઈ શકે તે આપણે બરબાદ કરીએ છીએ. હમણાં હમણાં વળી સંતતિનિરોધની પ્રવૃત્તિઓ જોર પકડવા માંડયું છે. તેની પાછળ ખ્યાલ તો એ છે કે માણસ માટે કામવાસનાને સંયમ કરો એ અશકય વસ્તુ છે. સ્વાદેન્દ્રિયનો સંયમ જેમ અઘરો છે તેમ કામવાસનાનો સંયમ અઘરો છે ખરો, પણ તે અશકય નથી. સંતતિનિધની પ્રવૃત્તિથી તે કામવાસનાને ટ્ટો દોર મળે છે. આ પ્રવૃત્તિ એટલા માટે ચાલી છે કે આપણા દેશમાં વસ્તી વધારે પડતી વધતી જાય છે અને વસ્તી બહુ વધે તો ગરીબાઈના ઉપાય તો આપણે કરી શકીએ નહીં. અમર્યાદ રીતે વસ્તી વધે એ જરૂર ઈષ્ટ ન ગણાય; પણ તેને સાચા ઉપાય સંતતિના નિરોધ અથવા સંતતિનું નિયમન નથી, પણ સંયમી જીવન છે. સાધારણ રીતે દરેક માણસને પોતાનો કર્મનાં ફળ ભોગવવા પડે છે. સંતતિનિરાધ કરવાથી એક રીતે ગરીબ માણસ પોતાનાં કર્મનાં સીધાં ફળમાંથી બચી જાય છે; પરંતુ બીજી રીતે જોઈએ તો એ ફળ તેને વધારે ભીષણ રૂપમાં ભોગવવાં પડે છે, કારણ સંતતિનિરોધ અથવા સંતતિનિયમનથી માણસ વધારે સ્વછંદી બનવાનો સંભવ છે. પ્રજાગૃદ્ધિઅમર્યાદ અટકાવવાને ઉત્તમ ઉપાય એ છે કે બરાબર પુખ્ત વયે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 20150