પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
૭૩
 

________________

4/25/2021 GR ૧૨. ટ્રસ્ટીપણાને સિદ્ધાંત બનાવ જોઈ એ ધારો કે આમ જનતા આવા કાયદા માટે તૈયાર હાય, પણ મિલકતવાળા તૈયાર ન હોય તો ? કાયદો પસાર કરતાં પહેલાં મિલકતવાળાઓને હૃદય પલટો કરવો જોઈએ, નહીં તે કાયદે તેમના ઉપર એક જાતની બળજબરી જેવો થઈ પડે. હૃદયપલટા વિનાનો કાયદો ઘણી વાર તે પાણીમાં જ રહે છે, અથવા ઉપર કહ્યું તમ બળજબરીનું નિમિત્ત બને છે. આજે તે આપણી ધારાસભાઓ અથવા મધ્યવર્તી સંસદ ( પાલ મેન્ટ ) આવા કાયદા માટે તૈયાર હોય એમ દેખાતું નથી. પરંતુ ગાંધીજીની અહિંસા એવી નિષ્ક્રિય અથવા લાચાર નથી. કાઈ પણ અનિષ્ટને અહિંસક પ્રતીકાર હોઈ જ શકે એવું તેમણે પ્રતિપાદન કર્યુ છે. તેઓ કહે છે કે મિલકતવાળાઓ પણ પોતાની મિલક્તનો ઉપભોગ અથવા ઉપયોગ જનતાની મદદ વિના કરી શકતા નથી. પોતાના બંગલાનો ઉપભોગ કરવો હોય તે તેને વાળવાઝુડવા તથા સાફ રાખવા માટે નોકર-ચાકર જઈ એ, પિતાનું કારખાનું ચલાવવું હોય તો તે ચલાવવા માટે મજૂરે જોઈ એ. જમીનદારોને પોતાની જમીન ખેડવા માટે ખેડૂતો જોઈએ. પોતાને ત્યાં ઢોરઢાંખર હોય તો તેને દેહવા માટે તથા તેમનું છાણવાસીદું કરવા માટે નોકર-ચાકર જોઈ એ. આવું બધું કામ કરનારા મિલકતદાર અથવા જમીનદાર સાથે અહિંસક અસહકાર કરે તો તેઓ પોતાની મિલકતને અથવા જમીનના કશા જ ઉપભોગ કરી શકે નહીં. એટલે સિલકતદારો અથવા જમીનદારને ટ્રસ્ટી બનાવવા માટે નોકરચાકર, મજૂરો તથા ખેડૂતો પાસે અહિંસક અસહકારનું હથિયાર છે, એ હથિયારનો ઉપયોગ કરવાની તેમનામાં તાકાત પેદા કરવી જોઈએ. જેટલે દરજજે ખેડૂત, મજુર વગેરેમાં આવી તાકાત પેદા કરી શકાશે તેટલે દરજજે મિલતદાર અને જમીનદારોને જલદી ટ્રસ્ટી બનાવી શકાશે. અને છેવટે તો એ લેકે પણ મનવલાગણીવાળા છે. તેમના ઉપર શુદ્ધ અહિસાને પ્રયોગ થાય તો જનતાનાં દુ:ખો તથા તેમનું સ્વેચ્છાપૂર્વકનું કષ્ટ સહન જોઈ, Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 23/50