પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
૭૭
 

________________

4/25/2021 ૧૩, ઉઘોગીકરણ હશે. ગામડાંનું દરેક ધર ઉદ્યોગથી ગુંજતું હશે, અને આબાલવૃદ્ધ સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાના ફાજલ સમયમાં એવા ઉદ્યોગોમાં લાગેલાં હશે. પણ ઉઘોગીકરણને પારિભાષિક અર્થ તો એ છે કે મેટા પાયા ઉપરનાં યંત્રોથી ચાલતાં કારખાનાં દેશમાં દાખલ કરવાં. એવાં કારખાનાં દાખલ થાય તો આપણા ખેડૂતોની આર્થિક બેકારીનો પ્રશ્ન અણઊકલ્યો જ ઊભો રહે. આપણા મોટા ભાગના ખેડૂતોની દરિદ્રતાનું નિવારણ કરવા માટે તેમના ફાજલ સમયમાં તેમને ખેતીને મદદગાર ઉદ્યોગધંધા આપવા એ જરૂરી છે. અત્યારે આપણા દેશમાં ખેતી ઉપર જેમના ગુજરાનનો આધાર છે એવા માણસની સંખ્યા લગભગ પચીસ કરોડની છે. તેમાં આઠથી નવ કરોડ પાસે પિતાની માલકીની જમીન નથી. તેમાંથી પાંચ કરોડ માણસે તો એવા છે કે જેઓ ખેતીની મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને ત્રણ કરોડ ઉપર એવા છે જે ભાગે અથવા ગણોતે જમીન ખેડે છે. બાકી રહેલા ૧૬–૧૭ કરોડમાંથી ઘણાની પાસે પોતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલી જમીન નથી. તેઓને વસમાં ચારથી છ મહિના ખેતીનું કશું કામ હોતું નથી. વળી તેમના આ બેકારીના દિવસે એકસામટા આવતા નથી, પણ આખા વરસમાં છૂટાછૂટા વહેંચાયેલા હોય છે. તે ઉપરાંત તેઓ આખો દિવસ બેકાર હોય એવું પણ બનતું નથી. દિવસમાં કલાક બે કલાક કામ કરે, પછી કશું કામ ન હોય એવા પણ દિવસો આવે છે, એટલે તેઓ પોતાનું ગામ છોડી કસબામાં અથવા શહેરમાં ધંધે મેળવવા જઈ શકતા નથી; એટલે જ તેમને ગામમાં ને ગામમાં ઘેર બેઠાં ફાજલ સમયમાં ધંધો આપવાની જરૂર છે. એવી દલીલ કરવામાં આવે છે કે ખેતીના ધંધામાંથી માણસે એાછાં કરી તેમને બીજે ધંધે લગાડવાં જોઈ એ. આમ કરવામાં ન ટાળી શકાય એવી બે મુશ્કેલીઓ આવે છે : એક તો ખેતીની ખાસ માસમ હોય તે વખતે ઘણા મજૂરોની જરૂર પડે છે. જે માણસને Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2750