પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
૭૯
 

________________

4/25/2021 ૧૩. ઉઘોગીકરણ se ભય છે, પણ યંત્રઉદ્યોગવાળા હિંદુસ્તાન પર એ ભય ઘણો વધારે છે, ભલે હિંદુસ્તાન લશ્કરીબળ, નૌકાબળ અને હવાઈજહાજનું બળ ગમે તેટલું રાખે તો પણ. અત્યારનું આપણું જીવનધોરણ આપણે જરૂર સુધારવું છે. અગાઉના જીવનધોરણ વિશેના પ્રકરણમાં જીવનધોરણ સુધારવું એટલે શું એ અમે બતાવી ગયા છીએ. આપણને આપણી સ્વાવલંબી ગ્રામસંસ્કૃતિ છોડવી પોસાય એમ નથી. પરાવલંબી શહેરી સંસ્કૃતિને અપનાવવામાં મેટાં જોખમે અને આખરે વિનાશ રહેલા છે. વળી સર્વોદય સમાજની એક અનિવાર્ય શરત એ છે કે તે અહિંસાના પાયા ઉપર રચા જેઈ એ. કારખાનાં સંસ્કૃતિ અહિંસાના પાયા ઉપર કદી રચાઈ ન રાકે. સર્વોદયની સંસ્કૃતિ આપણે સ્વયં સંપૂર્ણ ગામડાં મારફત જ ઊભી કરી શકીશું. પણ આનો અર્થ એ નથી કે આપણે યંત્રઉદ્યોગોનો સદંતર નિષેધ કરીશું. જે વસ્તુઓ હાથઉધોગથી અથવા હાથકારીગરીથી સહેજે બની શકતી હોય તે માટે યંત્રો વાપરવાં અને હાથઉદ્યોગ કરનારને બેકાર બનાવવા એ નરી ઘેલછા છે; પણ જે વસ્તુઓ હાથઉદ્યોગથી બની જ ન શકતી હોય અને એ વસ્તુની અથવા એ સગવડની આપણને અનિવાય જરૂર લાગતી હોય તે તે માટે યંત્રઉદ્યોગનો આશ્રય લેવામાં કશું ખોટું નથી. દાખલા તરીકે, આપણે રેલવે અથવા સ્ટીમર ચલાવવી હોય તો તે બનાવવા મેટાં કારખાનાં જોઈશ જ. વળી હાથે ચાલી શકે એવાં નાનાં યંત્રો બનાવવા માટે પણુ કારખાનાંની જરૂર પડે. સર્વોદયની દૃષ્ટિએ આવાં કારખાનાં રાજ્યની એટલે કે સમાજની માલકીનાં હાય, ખાનગી માલિકીનાં ન હાય. તેમાં મને કામ કરવાની તથા રહેવાની બધી સુખસગવડે અપાય, મજુરના કામના કલાક પણ મર્યાદિત હોય, તેમ તેનાં બાળકોને માટે કેળવંણીની તથા રમતગમતની સારી વ્યવસ્થા હોય. આમ મજુરોનું જીવન બધી રીતે સુખમય કરવાનો પ્રયત્ન કરવામાં આવે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2950