પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
૮૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી છતાં જેના વિના જીવન નભી જ ન શકે એવી આપણી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ તો આપણે શરીરશ્રમ કરીને હાથઉદ્યોગો દ્વારા જ બનાવી લઈ એ. એમાં જે સ્વતંત્રતા છે તે યંત્રઉદ્યોગોમાં નથી. ગ્રામઉધોગામાં બીજી ખૂબી એ છે કે એમાં માણસ પોતાની જરૂરિયાત માટે જ ઉત્પન્ન કરે છે એટલે ઉત્પાદન અને વહેંચણીનું કામ આપમેળે જ થઈ જાય છે; એમાં કઈ પણ જાતના દગાને અથવા ભેળસેળને અવકાશ રહેતો નથી. આજે ખાસ કરીને ખેરાકની વસ્તુઓમાં ભેળસેળ વધી પડી છે, બીજી વસ્તુઓમાં પણ દગા વધી ગયો છે. તે ટાળવાને એક સીધે ઉપાય એ છે કે માણસે પોતાને વાપરવા માટે પોતે જ વસ્તુ બનાવવી, ખોરાક અને કપડાંની બાબતમાં તે સ્વાવલંબી બનવાની વાત અમે અગાઉ કરી ગયા છીએ. બીજી પણ બની શકે તેટલી બાબતમાં આપણે સ્વાવલંબી બનવું જોઇશે. ઉઘોગીકરણમાં જે હરીફાઈ ચાલે છે તે જીવલેણ હોય છે. વેપારી હરીફાઈ આખરે યુદ્ધનું સ્વરૂપ લે છે. યુદ્ધમાં સંહારનાં શસ્ત્રો શોધત શોધતે આપણે એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ સુધી પહોંચ્યા છીએ અને દુનિયાના પ્રલયનો ય ઊભા થયા છે. એ બીકથી જ તેના વાપરનારા કાંઈક રોકાઈ રહ્યા હોય. પણ માણસ જેટલે વિજ્ઞાનમાં આગળ વધ્યો છે તેટલે સાર્વજનિક હિતનો દષ્ટિમાં અથવા બન્ધતાની. ભાવનામાં આગળ વધ્યો નથી, એટલે એ બાબવાળામાંથી કયારે કાઈને ઘૂમરી આવે અને એને પ્રયોગ કરી બેસે એ કહેવાય નહીં. આમ ઉઘોગીકરણે આપણને અત્યારે તો સર્વનાશને રસ્તે ચઢાવ્યા છે. વિજ્ઞાન જાતે કાંઈ બૂરી વસ્તુ નથી; માણસના લેભ, દ્વેષ અને મત્સર બૂરી વસ્તુ છે. એનાથી પ્રેરાઈને માણસ વિજ્ઞાનનો દુરુપયોગ કરે છે. જનકલ્યાણની ભાવનાથી માણસે વિજ્ઞાનનો સદુપયોગ પણ કર્યો છે, એટલે માણસની ભાવનાને વિશુદ્ધ અને કલ્યાણકારી કરવાની જરૂર છે. અને એ સર્વોદયનું ધ્યેય છે. a શક Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 30/50