પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
૮૨
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી પણ થાય છે. ખાવાની વસ્તુઓમાં જે ભેળસેળ થાય છે તે આ હરીફાઈનું બૂરામાં બુરું પરિણામ છે. } િસર્વોદય સમાજની રચના હરીફાઈને ધોરણે નહીં પણ પ્રેમ અને સહકારને ધારણે થવી જોઈએ. પહેલા પ્રકરણમાં આપેલી બાઈબલની કથા સૂચવે છે કે કામ કરવા રાજી હોય તે દરેકને કામ મળવું જોઈએ, એટલું જ નહીં, પણ તેની મજૂરીના વાજબી દર તેને મળવા જોઈએ. વાજબી દરે એટલે તેનું અને તેનાં કામ ન કરી શકે એવડી ઉમરનાં બાળકેનું સારી રીતે ભરણપોષણ થઈ શકે એવા દર. સમાજને ઉપયેગી જેટલાં કામે હોય તે તમામ કામોમાં મજૂરીના આવા વાજબી દરે હાવા જોઈ એ. એમાં એક વરતુ ધ્યાનમાં રખાય કે સાધારણ અકકલહોશિયારી અને આવડતવાળો માણસ જેટલું કામ કરી શકે તે કામ માટે તેને આવા વાજબી દરે મળે. પણ જે માણસ કેઈ કુદરતી ખેડને લીધે અથવા બીજા કારણે સાધારણ અક્કલહોશિયારી અને આવડતવાળા માણસ કરતાં પણ ઓછું કામ કરી શકતો હોય તેનું ભરણપોષણ કરવાની જવાબદારી સમાજને માથે હોય. અહીં એક વસ્તુ વિચારવા જેવી છે કે અસાધારણ અક્કલહોશિયારી કે આવડતવાળા માણસને જે વધારે કમાણી કરવાની છૂટ આપવામાં આવે તે આર્થિક સમાનતાનું ધ્યેય સચવાય નહીં. તેના ઉપાય તરીકે એક તો ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત છે, જેનું વિવેચન અલગ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. બીજો ઉપાય એ છે કે જેમ ઓછામાં ઓછી અમુક આવક અથવા કમાણી દરેક માણસની હોવી જ જોઈએ એવું આપણે નક્કી કરીએ, તેમ કોઈ પણ માણસની વધારેમાં વધારે આવક કેટલી હોય એ પણ નકકી કરવામાં આવે. આ એાછામાં ઓછી આવક અને વધારેમાં વધારે આવક વચ્ચે બને તેટલા ઓછા તફાવત હોય. આપણે દરેક માણસનું મહેનતાણું ગણિતની રીતે એકસરખું રાખી નહીં શકીએ, પણ ઓછામાં ઓછી કમાણી અને વધારેમાં વધારે કમાણી વચ્ચેનું અંતર ન્યાયી જરૂર રાખી શકીએ. વળી આપણો આદર્શ તો એ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 32450