પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
૮૩
 

________________

4/25/2021 ૮ . ૧૪. મજુરીના વાજબી દર અંતરને પણ ઉત્તરોત્તર ભૂંસી નાંખવાને જ હોય. , - કોઈ વસ્તુ આપણને સરતી મળે તેથી રાજી થવાનું નથી. પણ એ વસ્તુના બનાવનારનું એ દરે ગુજરાન ચાલી શકે છે કે નહીં એ તપાસવાનું આપણું કર્તવ્ય છે. ધારો કે કોઈ જગ્યાએ દૂધ બહુ સસ્તું મળે છે; તો આપણે તરત જેવું જોઈએ કે એ દૂધ વેચનારનું - ગુજરાન સારી રીતે ચાલી શકે છે કે કેમ; તેમ જ તે જે ગાય રાખે છે તેને તે પૂરતો ખેરાક આપી શકે છે કે કેમ. તેવું જ અનાજ, કપડાં, શાકભાજી વગેરેની બાબતમાં સસ્તામાં ધાથી રાજી કે દિલગીર થવાને બદલે તેના ઉત્પાદકનું ગુજરાન સારી રીતે ચાલી શકે છે કે કેમ તે જોવાની આપણે ટેવ પાડવી જોઈએ. આજના સમાજમાં કોઈ માણસ ફેન્સી ચીજ તૈયાર કરે અથવા વિરલ વસ્તુ લઈ આવે તો તેના તેને વધારે દામ મળે છે. દાખલા તરીકે, કેઈ માણસ બહુ ફેન્સી કાપડ તૈયાર કરે તે તેના તેને વધારે ભાવ મળે છે. પણ કાપડનું મુખ્ય કામ શરીરનું ટાઢ-તડકા સામે રક્ષણ કરવાનું છે તે પેલા ફેન્સી કાપડથી બરાબર ન થઈ શકે એમ હોય, છતાં તેનાં દામ વધારે બેસે છે. હીરા, માણેક, મોતી જેવી વિરલ વસ્તુઓના દામ પણ વધારે બેસે છે, પણ એ વસ્તુઓ સમાજમાં બહુ ઓછા માણસો વાપરે છે. તેનું મુખ્ય કારણ આર્થિક અસમાનતા છે. બહુ થોડા માણસો પાસે પોતે ખચી કે વાપરી પણ ન શકે એટલું ધન એકઠું થયેલું હોય છે, જ્યારે સમાજને બહુ મેટો ભાગ પૂરતા પોષક ખોરાક પણ ન મળે એવો દરિદ્ર હોય છે. આ અસમાનતા મજૂરીના દરના વિષમ ધોરણોને લઈને પેદા થઈ છે. અત્યારે હોશિયાર વકીલ અથવા બૅરિસ્ટરને રોજના રૂપિયા એક હજાર ફી મળે છે, જ્યારે સાધારણ મજૂરને રોજના બાર આના કે રૂપિયા મળે છે. શરીરશ્રમ કરતાં બુદ્ધિની કિંમત બહુ વધારે આંકવામાં આવે છે તેને પરિણામે પણ આવી વિષમતા પેદા થાય છે. માણસ પોતાનું ગુજરાન શરીરશ્રમ કરીને ચલાવે અને બુદ્ધિને Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 33/50