પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
૮૬
 

________________

4/25/2021 - સર્વોદય સમાજની ઝાંખી ઉત્પાદકોએ મોટે ભાગે પોતે તૈયાર કરેલી વસ્તુના વાપરનારા પોતે જ બનવું અને એ રીતે ગામડાંને સ્વયંસ પૂર્ણ કરવાં. જ્યાં સુધી આપણાં ગામડાં સ્વયં સંપૂર્ણ નહીં થાય ત્યાંસુધી તેઓ શહેરેની ચૂસ અથવા લૂટમાંથી બચી શકવાનાં નથી. અત્યારે ગામડાં ભાંગતાં જાય છે અને શહેરો વધતાં જાય છે, તેનો ઉપાય પણ ગામડાંએ સ્વયંસંપૂર્ણ થવું એ જ છે. ગામડાં એવાં થશે ત્યારે શહેરો સાથે એટલે કે દુનિયાનાં બજારો સાથે તેઓ કુદરતી અને ન્યાયી સંબંધ બાંધી શકશે, ગામડાંઓ ઉપર રોકડ નાણાંના તકાદા નહીં હોય એટલે પિતાની પાસેની વધારાની વસ્તુઓ તેમને ઓછા ભાવે વેચવાની જરૂર નહીં પડે. બીજી જરૂરી વસ્તુ એ છે કે ગામડાંના લોકોએ પોતાની અભિરુચિઓ બદલવી પડશે. આજે પોતાના ખોરાકની વસ્તુઓ, પોતાને પૂરતું પોષણ ન મળતું હોય છતાં, વેચી નાખીને શહેરની ફેન્સી અને તકલાદી વસ્તુઓ લેવા તેઓ મન કરે છે તેઓ ઘી– દૂધ વેચી નાંખીને પણ હોટેલની ચા પીવાનું મન કરે છે તથા કાચની બંગડીઓ લેવા લલચાય છે, અને મિલોનાં આંખને સારાં લાગે, પણ વસ્તુતઃ ઓછાં ટકે એવાં કપડાં લેવા પ્રેરાય છે. પીપરમિંટની ટીકડીઓ અને ટેરી જેવી દાંતને બગાડનારી વસ્તુઓ ગામડે ગામડે દાખલ થઈ ગઈ છે. આ બાબતમાં લોકમત કેળવવાની જરૂર છે. સાચી કેળવણી એ જ આવી બધી ખરાબીને ઉપાય છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3650