પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
૮૮
 

________________

4/25/2021 ૯ સર્વોદય સમાજની ઝાંખી તે અનેક માણસ ઉપર વસ્તુઓ અને સેવાઓ આપવાના હુકમ છોડી શકે છે, અથવા પોતાનાં વિવિધ કામકાજ માટે તેમને રોકી શકે છે. ખિસ્સામાં નોટોનું બંડલ લઈ દેશમાં ગમે ત્યાં ફરી શકે છે, અને જે સગવડ જોઈએ તે મેળવી શકે છે. પોતાના દેશના ચલણને પરદેશના ચલણમાં ફેરવી નાંખી, આખી દુનિયામાં પણ તે કરી શકે છે. ટૂંકમાં, જેની પાસે વધારે નાણાં હોય તેને આળસુ રહી બીજાની સેવાઓ લેવાને તથા અનેક જાતનો મોજશેખ ભોગવવાનો અધિકાર મળે છે. en ખેડૂતો પાસેથી જમીન-મહેસૂલ તરીકે તથા લેકે પાસેથી અનેક કરવેરાના રૂપમાં સરકાર નાણાં માંગે છે, પણ નાણાં ખેડૂતોને ત્યાં અથવા લોકોને ત્યાં પાકતાં નથી. સિક્કા અથવા નાટા પાડવાના ઈજારા સરકાર પાસે હોય છે. સરકાર કરતાં પણ નાણાંનું તંત્ર વધારે ભાગે શરાફે અને બૅન્કોના હાથમાં હોય છે. તેઓ દૂડીઓ દ્વારા તથા મિલકતદારેને વગર થાપણે કેવળ તેમની આંટ ઉપર ચેક લખવાની સત્તા આપીને તથા બીજી અનેક કરામત કરીને બજારમાં અદશ્ય નાણાં ફરતાં કરે છે. એ નાણાંને જ્યારે પાછા ખેંચી લેવાં હોય ત્યારે પાછાં પણ ખેંચી લઈ શકે છે. તેઓ પોતાની સગવડ મુજબ નાણાંની છત અથવા તંગી પેદા કરી આર્થિક કટોકટી ઊભી કરી શકે છે. નાણાંની છત વધારે પડતી થઈ જાય ત્યારે બજારમાં મોંધવારી થાય છે. નાણાંની તંગી વધારે પડતી થાય ત્યારે બજારમાં સાંધવારી થાય છે. આ પ્રમાણે લોકોને જરૂરની વસ્તુઓના ભાવમાં માટી ઊથલપાથલે થાય છે. આના ખાસ લાભ તો નાણુવ્યવહારમાં કાબેલ માણસ જ ઉઠાવી જાય છે. જ્યારે ખેડૂતના પાક પાકે છે ત્યારે જ તેને જમીનમહેસૂલના હપતા ભરવાના હોય છે. જમીન-મહેસૂલ અમુક મુદતમાં જ ભરી દેવાનું હોઈ તે પોતાને પાક વેચી નાણાં ઊભાં કરવાની પેરવીમાં પડે છે. તે વખતે તેની ગરજ જોઈને વેપારીઓ ખેડૂતના પાકના ઓછા ભાવ આપે છે અને ખેડૂતને સસ્ત દરે પોતાનો પાક વેચી Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 38/50