પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
૯૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ખરીદી શકે છે, એટલે નાણુનો ભાવ ઘટવાથી લેણદાર ગરીબ બને છે અને નાણાંને ભાવ વધી જાય તે દેણદારો માટે માટી હાડમારી ઊભી થાય છે. નાણાંને ભાવ વધે કે ઘટે એટલે માણસ આજે પોતાને માનતો હોય તે કરતાં અધે કે બમણો ગરીબ અથવા શ્રીમંત થઈ જાય છે. કોઈ ખેડૂત પાસે ધારો કે દશ વીઘા જમીન છે. તેની કિંમત અમુક વર્ષ પહેલાં આઠ કે દશ હજાર ગણાતી હોય. તેના આજે તેને બે હજાર પણ માંડ ઊપજે એવી સ્થિતિ હોય, તો તેઆજે એટલે ગરીબ ગણાય. આમ નાણાંના ભાવની ઊથલપાથલને લીધે માણસની આખી સ્થિતિ પલટાઈ જાય છે. નાણાંના મૂલ્યમાં થતી વધઘટને લીધે બજારમાં વસ્તુઓના ભાવ સ્થિર રહેતા નથી; ખેડૂતોને તથા કારીગરોને પોતાની મજૂરીથી તૈયાર કરેલા માલના કેવા ભાવ આવશે તેની કશી ખબર પડતી નથી. છતાં આજે નાણાંવ્યવહાર એટલે વ્યાપક થઈ ગયો છે કે નાણાં વિના માણસનું કશું કામ ચાલી શકતું નથી. નાણાંની જાળ એવી પથરાઈ ગયેલી છે કે તેમાંથી છૂટવું માણસને માટે મુશ્કેલ થઈ પડયુ છે. ખેડૂત જે અનાજ પકવે છે અને જેને ઘેર દુઝાણું પણ હોય છે. તેને નાણાંની ઓછી જરૂર પડે એમ આપણે માનીએ. પણ હકીકતમાં એમ બનતું નથી; ખેડૂતને પણ કેટલુંક અનાજ બહારથી ખરીદવાનું હોય છે. વળી તે કપાસ, મગફળી, તમાકુ જેવા બજારુ પાક પકવે છે તે એને વેચવાના હોય છે. એ દુઝાણું રાખે છે ખરો, પણ મોટા ભાગના ખેડૂતો ભેંસ રાખતા હોવાથી તેની ખેતી માટે બળદ વેચાતા લેવાના હોય છે. તે ઉપરાંત હળ તથા ખેતીનાં બીજાં ઓજાર તેમજ ગાડું તેને વેચાતાં લેવાનાં હોય છે. આ ઉપરાંત કપડાં, ઘાસતેલ, ફાનસ, દીવાસળીની પેટી, ચા, ખાંડ એવી ઘણી ચીજો તેને વેચાતી લેવાની હોય છે. ઘણાખરા ખેડૂત સંચે દળાવે ખડાવે છે, તેમને બહારગામ જવું હોય ત્યારે તેઓ મેટરબસમાં અથવા આગગાડીમાં બેસે છે, તે માટે પણ તેમને પૈસાની જરૂર પડે છે. તેમને દર વર્ષે Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 40/50