પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૮૩
 

સિદ્ધિવિનાયક બાપજી તેને રૂઠીને ત્રુઠા તેવા સહુને અમથા ત્રુઠજો.”

એ વાત ૨૧ દિવસલગી ચંદા સવારે જમ્યા પહેલાં ગણપતી આગળ બેસીને કહે ને સુંદર સાંભળે.૧.[૧] હુંકારો પુરતી જાય ને મનમાં કહે “ઓ ગણેશ બાપજી, આ બધાનું દુખ ટાળ્યું ને મારૂં નહીં શું ટાળો? વાત સાંભળીને ઉઠતી વેળા ગણપતીને પગે લાગેને કહે, મહારાજ મુજ ગરીબ ઉપર દયા કરો, મારો બેલી તમારા વિના બીજું કોઈ નથી.” એમ બોલતાં વખતે તેની આંખોમાંથી આંશું પડતાં. પરંતુ ગણપતી ત્રુઠાના ચિન્હ કાંઈ જણાયાં નહીં. દહાડે દહાડે કામ બગડતું જાય. વીજીઆનંદ ચંદાને કહે કહે કર્યા કરે કે ગણપતીના દોરા છૂટે કે બે જણ રેવાજી જઈ આવીએ. ચંદા કહે ના તમે એકલા જાવો હું નહીં આવું. બાપડી સુંદરની નિંદા મા બેનને મોહોડે સાંભળી સાંભળીને હરિનંદનુ મન તેના ઉપરથી છેક ઉતરી ગયું; તે એને કાળ જેવી દેખે, ને જેમ બીલાડી ઊંદરને મારવાને તાકતી ફરે તેમ તે સુંદરને બજોડવાને લાગ જોયા કરે. તેનું ચિત પરનારી ઉપર ગયું હતું. એને એક બડી ધુતારી સોનારણ મળી હતી, એની માને એ વાતની ખબર પડી નહતી પણ સુંદરના જાણવામાં આવ્યું હતું. સુંદરનું ઘરેણું મગાવવાનો પ્રયત્ન તે કરતી હતી.





  1. ૧.આવી નિરાધાર, હસવા જેવી, ગાંડાઈ ભરેલી, કેવળ જુઠી વાતને સાચી માનનારા અને તે કહેવામાં અને સાંભળવામાં પુણ્ય અને ફળ છે એવું સમજનારા મુર્ખ માણસો આ દેશમાં છે એ દલગીરીની વાત છે.