પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
सासुवहुनी लढाई
 

એટલામાં સુંદરની સાસુ આવીને કહે જોયું આ નાની વહુ એ પગનાં સાંકળાં ખોયાં. કોણ જાણે ક્યાં પાડ્યાં હશે ને કહે છે હું તો પહેરીને સુતી હતી; પહેરીને સુતી હોય ત્યારે ક્યાં જાય બેન, કહો બેન ! મારા ઘરમાં કંકાસ વગરનો એકે દહાડો જતો નથી, હું તો મરું તો છૂટું. અમારી નાતમાં ચાલ હોય કેની તો કાલે હરિનંદને બીજી પરણાવું. એક પડોશણ કહે ખરૂંબા હું રોજ સાંભળું છું, તમે અસલના વખતનાં ભોળાં બઇરાં તેમાં સાંખો, અમારાથી તો છાના ન રહેવાય; બંને વહુવારૂને શો તોર છે જો; આ કલજુગની વહુવારૂ મોટાંની મરજાદા ના પાળે; નાની કરતાં વડી વહુ જરા સારી છે, ખરું કેની અનપુર્ણા બા ?

અનપુર્ણા કહે વડી નાનીના કરતાં ચઢે પણ ઉતરે નહીં મારીને હાથે ન ધોય એવી છે. શું કહું બેન મારા ભોગ છે. મારા વીજીઆને તો મીણનો કરી નાંખ્યો છે; કોણ જાણે શું કરી મુક્યું છે કે તે એના વિના બીજા કોઈને દેખતો જ નથી; ચંદા ગમે એમ બોલે ને કરે, મને ભાંડે મારી કમળાને ભાંડે ને નજરમાં આવે તેમ સ્વછંદે ચાલે પણ વીજીઓ એને કાંઈ કહેનાર નહીં. આપણે કહીએ તે તો એના મનમાં વસેજ નહીં, હું કહું તે ખોટું ને વહુ કહે તે ખરું કાયર થઈને મેં તો એનું નામ દેવું મુક્યું. કામ જેટલું બોલવું વધારે કહેવું જ નહીં. હમણાં મુવો એક ફકીર આવ્યો છે તેની કને દીકરા લેવા જાય છે, કરમમાં નહીં હોય તો ફકીર ક્યાંથી આપવાનો છે. વીજીને તે પાલવતું નથી તેથી જરા હાલતો અણબનાવ છે. બંને વહુનો એક્કો છે. હરિનંદ ઘણુંએ કરે છે પણ એ સંપ તોડી શકતો નથી. એ છઈઓ મારી આમન્યા કદી લોપતો નથી.

સાંકળાં ગયાની વાત ગામમાં બધાએ જાણી. પેલો હવાલદાર ડરવા લાગ્યો કે રખેને થાણદાર જાણશે તો મારી કમબખતી છે. રાત્રે હરિનંદે સુંદરને કહ્યું શાને નકામી રડે છે, મારાં હતાં ને મેં લીધાં. મશકરી હશે એમ જાણી સુંદર બોલી વા વા ! આટલી બધીવાર મશકરી લાવો ક્યાં છે. હરિનંદ કહે તારી પાંદડી આપે તો સાંકળા આપું. સુંદર કહે પાંદડીનું શું કામ છે. હરિનંદ કહે, મારે કોઈને આપવી છે. સુંદર કહે કોને પેલી રાંડ મારી શોક વેરણ હમણાં કરી છે તેને ? હરિનંદ કહે રાંડ તે બધાની તારે શી ભાંજગડ. બસે રૂપીઆના સાંકળા જોઈતા હોય તો સો રૂપીઆની પાંદડી લાવ. સુંદર કહે લાવો મારાં સાંકળો દેખાડો. પહેલાં સાંકળા આપો. હરિનંદ કહે રાંડ એવો હું કાચો નથી તો, આજ પાંદડી આપે તો કાલે સાંકળાં લાવી આપું. સુંદર કહે ઠીક એટલે મારા સાંકળાંને પાંદડી બંને જાય, કાલે ન આપો તો પછી શું કરું. હરિનંદ