પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
सासुवहुनी लढाई
 

વહી રહ્યું છે, ઘરનાં બારણાં ઉઘાડાં છે, પરસાળમાં ઘંટી આગળ બંને વહુઓ છે, સામી ભીંત કને સાસુ નણંદ બેઠાં છે, પરસાળ લોકથી ભરાએલી છે, ને હો હો થઈ રહી છે, એવામાં હરિનંદ આવી પહોંચ્યો.

ઘરમાં પેઠા પહેલાં એને ઝઘડાની ખબર થઈ હતી, તેથી ક્રોધનો ભર્યો આવ્યો, ને પોતાની વહુને બે લાતો મારી કહે ઉઠ રાંડ છીનાળ ઉઠ ચાલ. સુંદર ઉઠીએ નહીં ને જવાબ દીધો નહીં. હરિનંદે પાંખોટી પકડીને સીડી ગમ ઘસડી. સુંદર ઉઠીને મેડીએ ગઈ, પાછળથી હડસેલા મારતો હરિનંદ ગયો, ને તેને પોતાના સુવાના ઓરડામાં ઘાલી. ત્યાં એક વાંસની લાકડી પડી હતી તે વખતે ખૂબ જુડી. સુંદરને વાંસે સોળ ઉઠ્યા. એક લાકડી લમણામાં લાગી ને ત્યાંથી લોહી ઝરવા લાગ્યું, સુંદરથી ખમાય નહીં. “મારી નાંખે છે રે મારી નાંખે છે.” એમ બુમ પાડે પણ નીચેની ગરબડાટમાં કોણ સાંભળે. હરિનંદ વધારે વધારે મારે. લાકડી ભાગી ગઈ ત્યારે થાપટો ઉપરા ઉપરી ચોડવા લાગ્યો, ને મોઢે કહે રાંડ તું આજ જીવતી રહે તો ફરીને પાંદડી પહેરેને એવું કરવા પામે કેને, આજ તને મારી નાંખું. આજ નહીં મરે તો કાલે કે પરમ દહાડે; એ નક્કિ જાણજે હવે તારે જીવવું નથી.

એમ માળપર ચાલે છે એટલામાં વીજીઆનંદ આવ્યો. તેણે લોકને ઘરમથી ધમકાવી બહાર કાઢયાં. ચંદાને બેચાર લપટો મારી કહે છાની રહે રાંડ નહી તો માથે ભાગી નાંખીશ. મા બેનને પણ ધમકાવી બોલતાં બંધ રહેવાને કહ્યું. પણ તેને કોઈ બદે નહીં. ચંદાને કહે ઉપર જા. ચંદા કહે ના હું તો કુવામાં પડવા જાઉં છું. એમ કહી કૂવા ભણી ગઈ. વીજીઆનંદ પકડી પાછી આ ને ચંદા તણાઈ તણાઈને તેણી મેર જાય. વિજીઆનંદને ગુસ્સો આવ્યો કે : તે જે દોરડે વતી મા પોતાનો ફાંસો ઘાલવા બેઠી હતી તે લઈ ચંદાને થામના સાથે સજડ બાંધીને કહ્યું જોઉં હવે તું શી રીતે કુવે પડવા જાઉં છું. ચંદાતો પોકે પોક મૂકી રોય. અણપુણા કહે હવે મારો દીકરો ખરો. તે સાંભળી તે તેને મારવા ધસ્યો, પણ કમળાએ મધ્યે આવી માને બચાવી લીધી.

એવામાં સગાંવહાલાં ટંટો પતાવવા આવ્યાં. નાનો કસબો તેથી બધાને ખબર પડી ગઈ. તેમણે ચંદાને છોડી. સુંદરની બુમો સાંભળી બે ત્રણ જણા ઉપર ચડી ગયા ને હરિનંદને બાથમાં ઝાલી હેઠળ આણ્યો. સુંદરમાં તો કાંઈ હોસ રહ્યા નહીં. હરિનંદ નીચે ગયો તે વખતે ત્યાં તે પડી હતી ત્યાંથી ઉઠવા જેટલી પણ ગતિ તેમાં રહી નહોતી; એટલો બધો માર એના પર પડ્યો. વેદનાએ કરી રોવું