પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૯૫
 

કહે બેટા તને સઘળી વિદ્યા આવડી પણ એક નથી આવડી. રતનશા કહે તે કઈ ? ભાનુશા કહે તસ્કર વિદ્યા; કારભારી માત્ર ચોર. પાંચસેનું મારૂ સાલીયું ને ઘરમાં પાંચ લાખ રૂપીઆ છે તે ક્યાંથી આવ્યા ? રતનશા કહે શું ડોંગાની ગોડે ખાતર પાડીને લાવ્યા છો ? ભાનુશા કહે ના છેક તેમ તો નહીં પણ લુચ્ચાઈ ડોંગાઇએ મેળવેલું. ચોરનો હુન્નર આવડે તે એમ કરી શકે. રતનશા કહે ત્યારે તે મને શિખવો ભાનુશા કહે આજ મધરાતે તરવાર ને ખાતરિયું લઈ નિકળીશું.

બાર ઉપર એકનો સમો થવા આવ્યો તેવારે બાપ દીકરો કેડે તરવાર ને હાથમાં ખાતરિયાં લઈ નિકળી પડ્યા. કોનુ ઘર ફાડવું તેનો વિચાર કરવા લાગ્યા. બાપ કહે ખમી શકે તેવા આશામીને મારવો માટે ચાલો રાજાના મહેલમાં. રાજા એવો અધીરો હતો કે પોતાનું સોનુ રૂપું પેટીઓમાં ભરી પોતાના સુવાના ઓરડામાં રાખતો. ચોકી પહેરા કરનારા સિપાઈઓ હુંગી ગયા હતા તે જાગે નહીં એમ હળવે રહીને તે ઓરડાની પછીત આગળ બંને આવી પહોંચ્યા, ને ભીત કોરવા મંડ્યા. દેવાલમાં પેસાય એટલું બાકોરું પડ્યું એટલે ભોગજોગે રાજા જાગ્યો, ને ટોળીઆમાં બેસી ખડબડાટ ક્યાં થાય છે તે આસપાસ જોવા લાગ્યો. એવામાં તેની નજર પેલા ચાર કવીશ્વરના વચન ઉપર પડી. બે દીવા તે કાગળની બે બાજુએ ઝગઝગ બળતા હતા. તેથી પલંગ પરથી વાંચી શક્યો. તેણે 'કલબલ કલબલ કરતે હૈ' એમ મોટેથી વાંચ્યું તે પરથી પેલા બે ચેત્યા કે રાજા જાગ્યો ને આપણા પર કહે છે. રાજાને ખાતરની ખબર નથી પડી તેણે તો સેજ વાંચ્યું. ભાનુશાએ ઉંચુ માથું કરી, ખાટલાની ગમ જોયું એવામાં રાજાએ બીજું વચન વાંચ્યું, ‘ઉંચી ડોક કર દેખતે હૈં,' ભાનુશાહે જાણ્યું ખરે રાજાએ મને દીઠો તેથી ડોકી નીચી કરી બેસી ગયો. એટલે રાજાએ ત્રીજું વાક્ય વાંચ્યું, “છબ લઈને છબાઈ.' બાપ દીકરો ગભરાયા એટલે રાજાએ વાંચ્યું “ભાનુશારે ભાનુશા.” ભાનુશા છોકરાને કહે રાજાએ મને ઓળખ્યો ને સ્વારે ચૌટા વચ્ચે ગરદન મારશે, માટે તું તરવાર ખેંચી મારૂ માથું વાઢી ઘેર લઈજા ને ધડ અહીં પડ્યું રહેવાદે, ને સવારમાં મને બોલાવવા મોકલે ત્યારે કહેજે કે ગામ ગયા છે તે બે દહાડા પછી આવશે. મારૂ ધડ ઓળખાશે નહીં, ને એમ ઠરશે કે બીજા કોઈ ડોંગા આવ્યા હતા. રતનશાએ એક ઝટકે તેનું મસ્તક કાપી નાખ્યું ને તે લઈ છાનોમાનો ઘેર ગયો. લોહીથી ખરડાએલો હતો માટે ઘેર જઈ નાહ્યો ને પહેરેલા લુગડાં સંતાડી સુઈ ગયો.

મળશકે રાજા વગેરે ઉઠ્યા ત્યારે પછીતમાં ખાતર પાડેલું દીઠું, ને બાહારને