પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૯૭
 

તો લાડવા ખાવા ગયા.

રતનશાએ સાદતખાના જેવો પોશાક પહેર્યો મોઢે બુકાની બાંધી લીધી કે ઝટ ઓળખાઈ ન જાય. પગે તોડો પહેરેલો છે, ઢાલ તરવાર, ભાલો આદિ હથિયાર બાંધી સાદતખાના જેવા ઘોડાપર સ્વાર થયો. એનું કાઠું તેના જેવડું જ હતું. ઘોડાને રવાલ ચલાવતો ચલાવતો પોતાના બાપુનું ધડ બળતું હતું ત્યાં આવ્યો. ઢાલમાં ભાનુશાનું માથું સંતાડ્યું હતું. હાથમાં રૂપાનો હુકો ઝાલ્યો છે ને આવ્યો. નાયક ને સિપાઇઓ તેને જોઈ ઉભા થયા. તેમણે જાણ્યું સાદતખાં તપાસ કરવા આવ્યા છે. પોતાનો ઘોડો તેમાંના એક સિપાઈને સોંપી ચિતાની પાસે હુકો ભરવા ગયો. એને અટકાવાય કેમ ? રતનશાએ હુકો ભરતાં સટ લઈને બાપનુ માથું ચિતામાં ખોસી દીધું. ઘોડાપર અસવાર થઈ નાયકને ખબરદારી રાખવાનું કહી ચાલતો થયો.

નાયકે ત્રીજે પોહોરે આવી વરદી આપી કે મડદું બળી રહ્યું. એ વેળા રતનશા હાજર હતો તેણે કહ્યું સાહેબ ધડ જોડે માથું બળ્યું એવું મેં સાંભળ્યું છે. નાયક કહે નહીં મહારાજ કોઈ આયા નહીં. રતનશા કહે સાદતખાં અંદર ગયાતા કે નહીં. નાયકે કહ્યું હા તે ગયા હતા. રતનશા કહે મહારાજ સાદતખાંને વેશે જઈ તે આદમીએ પોતાનું કામ કરી લીધું. રાજાએ સાદતખાંને બોલાવી પુછ્યું ત્યારે તે કહે હું તો ગયો જ નથી. રાજાએ રીસ કરી પુછ્યું પેલા બ્રાહ્મણો ક્યાં મુવા હતા. રતનશા કહે તેઓ તો ગામમાં ચોરાશી જમે છે ત્યાં લાડવા ખાવા ગયા છે. રાજા મસ ચીડ્યો ને બોલ્યો એ બામણા લાડવા ખાવામાં બધું ખુવે છે. નાયકને બેડીઓ જડાવી કેદમાં મોકલ્યો.

રતનશાએ કહ્યું કે સાહેબ હું ધારું છું કે તે મનીસ એ મડદાની રક્ષાને ટાઢી પાડી નદીમાં નાખવા આવશે ખરો માટે હજી તેને પકડવાનો લાગ છે. રાજા કહે ખરી વાત, સાદતખાં હવે તમે પોતે જાતે જઇ, જોઈએ એટલા સિપાઈ લઈને, ચોકી કરો. બોત ખૂબ જી કહી સાદતખાં ચાલ્યા, ને હાડકાની રાખોડી પડી હતી તેની પાસે ખાટલો ઢાળી બેડસાઈ હાંકતા બેઠા. રાતના કોઈ આવ્યું નહીં. સવારે રતનશાએ દુધ વેચનાર સ્ત્રીનો વેશ લીધો, સારાં લુગડાં પહેર્યા, કોટમાં કાચે સુતરે પ્રોયલો મોતીનો હાર ઘાલ્યો, ને લુચ્ચી બાયડીની પેઠે આંખના અણસારા કરી દુધ લ્યો દુધ એમ બોલતો તેણી ગમ ગયો. સાદતખાંને અફીણ ખાવાનો વખત થયો હતો તેવામાં દુધવાળીનો સાદ સાંભળી મીયાંએ એક સિપાઈને કહ્યું જા એ દુધવાળીને બોલાવી લાવ, રાતના તાઢે કરીએ છીએ, થોડું દુધ