પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
सासुवहुनी लढाई
 

પીએંતો હોશીઆરી આવે. દુધવાળી આવીને મીયાંને દુધ આપવા બેઠી. મીયાં કહે હાયરે તારો લટકો. તે લાડતી લાડતી ને નાચણના જેવા ચાળા કરતી કહે ચાલો મીયાં આઘા રોહો મને છેડશો નહીં. મીયાં વધારે છેડવા લગ્યા. ગળામાં હાથ નાંખવા ગયા કે મોતીનો હાર ટુટી ગયો ને મોતી રક્ષામાં વેરાઈ ગયાં. એટલે દુધવાળી બુમો પાડવા લાગી. મીયાં કહે ખોટાં મોતી છે. દુધવાળી કહે ખોટાં કે ખરાં મારાં મોતી શોધી આપો નહીં તો રાજા કને ફરીઆદ જાઉં છું. સાદતખાં ડર્યા કે રાજા ગુસ્સે થશે, તેથી રાખોડી માંહે હાડકાના કકડા હતા તે વીણી નદીમાં નાંખ્યા ને બાકીની ઝીણી રાખ રહી તે પોતાના રૂમાલમાં ભરી ઉપરથી પાણી રેડી રેડી બધી ગાળી કાઢીને મોતી શોધી આપ્યાં. રતનશા તે લઈ ઘેર ગયો ને વેશ બદલી રાજાને મેહેલ જઇને જાહેર કર્યું કે ગામમાં વાત ચાલે છે કે સાદતખાંને ભુલથાપ દઈ ચોર પોતાનું કામ કરી ગયો. રાજા કહે હીંડો આપણે મસાણમાં જોવા જઇએ. ઘોડે ચડી રાજા ને રતનશા ગયા ને જાય છે તો એ વાત ખરી પડી, સાદતખાં વીલો પડી ગયો ને દુધવાળીની વાત માની દીધી.

રાજા બહુ જ આશ્ચર્ય પામ્યો. રતનશાએ માફી માગીને પહેલેથી બધી વાત કબુલ કરી, ને આ વાતના પહેલાં કહેવત કહી છે તે કહી. રાજા તેના ઉપર ખુશ થયો. બાપની જગા તેને આપી. ને વળી સરપાવ કર્યો. પેલા ચાર કવીશ્વરને પણ ઈનામ મળ્યાં.”

એ વાત સાંભળી ચંદા ને સુંદરના મન રીઝ્યાં. સાંઇ કહે હું તમને સવારે એવી તદબીર બતાવીશ કે તમને કાંઈ હરકત નહીં નડે.

એ વાત પુરી થઈ એટલે ચેલા થાળા ભરી પ્રસાદ લાવ્યા. ભાત ભાતની સામગ્રી બનાવી હતી, મીઠો ભાત, બીરંજ, પુરી, વેઢમી, શીરો, પુલાવ, બીરીઆની, સંભુસો, પનીર, કરીચાવલ, જાયફળ ને એલચી નાંખી ઉકાળેલું સાકરિયા દુધ, ભજીયાં, કુર, દાળ, વાલ, પાતરવડીઆ ઈત્યાદી ઘણી જાતનાં જમણ અને શાક હતાં, તે સર્વે ખાધાં. જમી રહી પાન સોપારી ખાવા બેઠાં તેવારે મધરાતનો સમય થવા આવ્યો હતો. સાંઇ કહે ઉઠો હવે પીરસાહેબની બંદગી કરવા જઇએ. બધું મડંળ જે ઓરડામાં જમલાપીરની કબર હતી તેમાં ગયું. એ ઓરડો જોવા જેવો હતો. જમીન ઉપર ઉત્તમ જાતના પચરંગી આરસની સુશોભીત શેતરંજીને આકારે ફરસબંધી હતી; દીવાલ ઉપર સુંદર આરસા, દેવાલગીરી, છાજમાં હાંડી અને ઝમરો હતાં, જેમાં દીવા ઝળઝળી રહ્યા હતા, ને ઘોર ઉપર ઉમદા કીનખાપનુ