પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૦૧
 

ચંદાની માની આંખોમાંથી દડ દડ ટીપાં પડવા લાગ્યાં. મણીલક્ષ્મી કહે મારા સમ જો રોતો. ઈચ્છાશંકરે કહ્યું ચાલો સૌ ઠામે બેસી જાઓ બ્રાહ્મણ નાહી રહ્યા છે, પીરસણું લાવીએ છીએ.

પીરસાઈ રહ્યું ને સર્વે જમી રહ્યાં પરંતુ ચંદાગવરી આવી નહીં, માટે જતી વેળા મણીલક્ષ્મીએ તેની માને કહ્યું, હું ઢાંકી મુકીશ જ્યારે આવે ત્યારે ખામોખાં મોકલજો હો બેન, સાંજ પડવા આવી છે, તેથી હવે વાર નહીં લાગે, હવડાં આવશે. ના મોકલતાં હોય તો કહેવડાવજો કે જમાડીને અમારા ઘરવાળા પાછી મુકી આવશે, કુપાત્ર મળ્યાં ત્યારે શું કરીએ. ચંદાનો ભાઈ કહે ના શું મોકલે માથું ભાગી નાંખું રાંડનાઓનું. મને નક્કી લાગે છે કે આવવા નથી દેવાના. આ હિંડો એનું ઘર જોવા, જોઉં કિયે ખુણે મારી બેનને સંતાડી છે ને કેમ તેનું જમણ ખોવરાવે છે.

મણીલક્ષ્મીનો છોકરો ને તે બંને ચંદાને તેડવા ગયા. રસ્તામાં એમનો એક ભાઈબંધ મળ્યો, તેણે કાનમાં કહ્યું કે કહેતાં જીભ ઉપડતી નથી, પણ જીવ જુદો નથી માટે કહું છું કે તમારી ચંદા ને એની દેરાણી સુંદર પેલા મુરસદ ફકીર જોડે ઝમલાપીરને રોઝે ગયાં છે, ધોવાને નામે સાસરેથી નિકળ્યાં ને પાછાં આવ્યાં નથી. એ સાંભળતાં જ ચંદાના ભાઈનુ મોડું ઉતરી ગયું; તે જરાવાર રહી બોલ્યો કે અતિશે જુલમ કરાયો ત્યારે એવો અનર્થ થયો. કાલે એ બંનેને માર મારવામાં કાંઈ કસર નથી રાખી, કોણ જાણે જુઠી વાતે ઉડાવી હોય. ભાઈબંધ કહે ના ખરી વાત છે, કેટલાક સખ્સોએ તરકડીને વેશે વેહેલમાં બેસી જતાં જોયાં. જેવા તેમને દીઠા કે વેહેલનો પડદો ઢાંકી દીધો, ને દોડાવી મુકી. એ સાંભળી તેઓ પાછા ફર્યા. ઘેર જઈ માને વાત કહીકે તે છાતી ફાટ રોવા લાગી, ચંદાનો બાપ માથાં કુટવા મંડ્યો.

સાંજરે વીજીઆનંદ હરિનંદ ઘેર આવ્યા તેવારે અનપુણાએ તેમને કહ્યું આ બંને વહુવારૂ બપોરના લુગડાં ધોવા ગયાં છે તે હજી આવ્યાં નથી, ને ચંદાને પીએરથી જમવા જાવાનું છે; તેડાં ઉપર તેડાં આવે છે. પ્રતિઉત્તર ન આપતાં બંને ભાઈઓ પોક મુકી રોઈ પડ્યા. અનપુણા કહે શું થયું મને કહોતો ખરા. વહુવારૂ ડુબીઓ કે શું થયું. તેઓ નીચું માથું કરી પોતાના બે હાથ વચે મૂકી રડતા રડતા બોલ્યા કે બુડી હોત તો વધારે સારૂં થાત, પણ આ તો નાક કપાઈ ગયાં રે મારા બાપ, હો હો હો !! અનપુણા કહે હું કાંઈ જાણતી નથી, શું થયું છે તે મને કહો. પેલા જવાબ નહીં આપે. એવામાં કમળા ઘભરાયલી