પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૦૭
 

ને બીજા ઉપર ખીચડીનુ આંધણ ચઢાવ્યું. તેમાં સુંદરે ખીચડી ઓરી. પછી ઘાંયજીઓએ તેને દીલે પેલું તેલ ખુબ મસળી હાથ પગ વગેરે આખું અંગ મસ ચાંપ્યું, ને ચોળી ચોળીને નવરાવી. એટલે ખીચડી થઈ રહી હતી. તેને સારૂ બેગમે તાજું ઘી મોકલ્યું હતું. જમીને પાન સોપારી, લવીંગ, આદિ ખાઈ સુઈ ગઈ. એક હજામડી પવન નાંખવા લાગી, ને બીજી પગ તળાસવા બેઠી. સુંદરને ઝટનિંદ્રા આવી, પઠાણ કસબામાં પેઠો કે નાગરબ્રાહ્મણો, 'જુલમ થાય છે સાહેબ જુલમ' એમ કહેતા તેની પુંઠે લાગ્યા. પઠાણ જાણે કાંઈ જાણતો ન હોય તેવું મોઢું કરી પુછ્યું શું છે ? બ્રાહ્મણો કહે સાહેબ આ ગામમાં બહુ અધર્મ થાય છે. લુચ્ચા આદમીઓ લોકની બહુ બેટીઓને લઈ નાસી જાય છે. પઠાણ કહે તેમને સજા થશે, તમે પેલા સાંઇની વાત કહો છો કેને ? બ્રાહ્મણો કહે હા સાહેબ હા. તે હરામખોર પકડાયો છે. પઠાણ કહે ફિકર નહીં કરો તેનો ઈનસાફ થશે, તમે કાલે કચેરીમાં આવજો.

ઘેર આવીને સુંદરની ખબર પુછી. ખોજાએ કહ્યું સાહેબ હકીમજીના ફરમાવ્યા મુજબ ભોજન કરીને તે હવડાંજ પોઢી છે. પઠાણ જનાનખાનામાં ગયો. ને સુંદરની કહેલી વાત બેગમને માંડીને કહી. બેગમની વય ૩૩ વરસની હતી, ને તેનું સીમંત આવ્યું ન હતું. પઠાણના ભાઈ અકબરખાંને ચાર છોકરા હતા, ને તેની વહુએ એ બેગમને એકવાર મેણું માર્યું હતું કે તમારી દોલત આખરે અમારી છે. એ વાતનો ડાઘ બેગમને હઇએ પડી રહ્યો હતો, ને પઠાણને બીજી બાયડી આણવાને તેણે ઘણીવાર સમજાવેલો. મુસલમાન છતાં પઠાણને એ ગમતું નહતું તેથી બેગમની એ વાત પર તે લક્ષ આપતો નહીં. આ લાગ જોઈ તેણીએ તેને ઘણાજ કરૂણાયુક્ત વચનો વડે કહ્યું કે સુંદરને તેના રાક્ષસ જેવા ચંડાળ ધણીને સોંપવી ને વાઘના મુખ આગળ મુકવી એ બરોબર છે.

પઠાણ – ખરૂં એમજ છે, હવે ધણીનો, તેના ઉપર કાયદા પ્રમાણે જરાએ હક નથી. એ નિરઅપરાધી બાઈ જોડે એવી ઘાતકી રીતે વર્ત્યાથી લગ્નનો સંબંધ ટુટ્યો છે. એમાં શક નથી, ને તે વર ડંડને લાયક થયો છે.

બેગમ – એને આપણા દીનમાં લઈ આપ વરો. એ નિકાથી પાદશાહ નાખુશ નહીં થાય. મને એકલાં ગમતું નથી. વળી અલ્લા કરશે તો એને પેટે ફરજન થશે.

પઠાણ – મારો મત એ છે કે એક બાયડી જીવતાં બીજી કરવી એ ઠીક નથી, આપણા કુરાનમાં મના નથી, પણ મારો મત કુરાન વિષે શો છે