પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧૧
 

જ્ઞાતીઓ વિશે જ્ઞાન મેળવવાની તેમની સારી નઠારી રીતભાત, તેમના સારાં ખોટાં લક્ષણો જાણવાની મને ઘણી ઇચ્છા છે. હાલ આપણું કામ ચલાવીએ. ગર્ભની લાલચમાં અને વહેમની ઝાળમાં નાખી ફકીર લઈ ગયો હતો માટે બાઈને છોડી દેવામાં હરકત નથી.

વીજીઆનંદ – સાહેબ એ બુરા વિચારથી નાસી નહોતી ગઈ; દીકરો લેવા ગઈ હતી. તેમ કરતાં એની જરૂર પડશે તો હું હાજર કરીશ.

પઠાણ – ઠીક એને રજા છે. ફકીરને આગળ લાવ.

ફકીર – જી મારી તકસીર એમાં જરા નથી. એ ચંદાની મા ને માસી પ્રથમ એને મારી પાસે લાવ્યાં, ને કહ્યું આ છોડીને કોઈએ કરી મુક્યું છે કે કાંઈ બલા નડે છે કે શું, એને મહિના જ રહેતા નથી; અમે ઘણીએ બાધા રાખી, દોરા ચીઠી કર્યા, જપ ને અનુષ્ઠાન કરાવ્યાં, વરત કર્યા. જોશી, ભુવા, ગોરજી, શન્યાશી, બાવા, એ સર્વેને ઘેર ફેરા ખાતાં થાક્યાં, હનુમાનને તેલ ચડાવ્યું, મહાદેવને બીલ ચડાવ્યાં, ને વિષ્ણુને તુલસી ચડાવી એમ અનેક ઉપાય કર્યા, પણ મનકામના સિદ્ધ થઈ નહીં. ત્યારે મેં કહ્યું અમારા જમલાપીર સાહેબ જાગતા છે તેમને એ પગે લાગે, ને મેહેરબાની માગેતો કદાપિ એનું કામ થાય. ઝાડો નંખાવવા, કડાં મંત્રાવવા, વશીકરણ કરાવવા, ભૂત કઢાવવા, વગેરે કારણે બહુ લોક મારે મુકામે આવે છે. હું કાંઈ નઠારો માણસ નથી. એ બાઇને પીરસાહેબને ફુલ ચઢાવવા લઈ ગયો હતો.

પઠાણ. - તમારી દુકાને સારી ને તમેએ સારા ! ખરૂં બહુ સારા આદમી ! ધુતવાનો ધંધો ઠીક માંડ્યો છે ! ખુદા કરતાં પીર મોટા, ને તેના કરતાં તમે મોટા હશો નહીં વારૂં ? બધી વાતની મેં ખબર કાઢી છે. તમે પીરસાહેબના મકાનમાં જઇ કેવાં ખોટાં કર્મો કરો છો, તે હવે જાહેર થયાં છે. આ ઘરેણાં કોનાં છે ? એને શા વાસ્તે પહેરાવ્યાં હતાં ?

ફકીર - જી મારાં છે. એણે ખુશી દેખાડી ત્યારે પહેરવા દીધાં.

પઠાણ – તમે ફકીર છો તોએ ઝવેર રાખો છો, વા ! વા ! ખરા ફકીર! તમે દુનીઆં છોડી ખરી ! ગધેડાનગરીના રાજાને છોકરાં થતાં

૧૦