પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
सासुवहुनी लढाई
 

કોના શાસ્ત્રમાં કહ્યું છે ? હિંદુનાં કે મુસલમાનના ? બદફેલી હોય, ચોર હોય, કે બીજા અપલક્ષણી હોય તો ધણી ઘટતી શિખામણ દઈ શકે; તે પણ ઘટતી, હદ કરતાં વધારે કરે તો ધણીને સરકાર સજા કરે, કેમકે દુરાગ્રહ કરનારી સ્ત્રીથી છુટાં પડવું એજ કાયદો ને વાજબી છે. તેને મારી નંખાય નહીં. આ તારી બાયડી રૂપે, અમારામાં પરીઓનું બ્યાન વાંચીએ છીએ, તેવી છે, પતિવ્રતા સતી, સદ્દગુણી ગરીબડી છે, તેને વગર વાંકે વગર તજવીજે આટલો બધો માર માર્યો ! અરે મુરખ, અરે ખાટકી, કસાઈ, ચંડાળ, તું આદમી છે કે જાનવર ? હેવાન છે ! તને કોઈ પુછનાર નથી? એ મારના કારણથી મરશે તો તારે જવાબ દેવો પડશે. માબાપ પોતાના અખતીઆરથી વધારે, હદથી જ્યાદે પોતાના બાળકને મારે તો સરકાર તેમને પણ સાસન કરે છે, ને કોઈ વર પોતાની વહુને મારે તો સરકાર તે વરને ડંડ કરે છે; સેજ-સાજમાં સરકાર હાથ ઘાલતી નથી તે ઠીક છે, ધણી ધણીઆણીનો સંબંધ પડ્યો એટલે વખતે કજીઓ થાય, ને વળી ધણીના હુકમમાં રહેવું એ વહુની ફરજ (ધર્મ) છે. પરંતુ ધણીના અધિકારને મરીઆદા છે, નિર્દય ધણીને સરકાર સજા કરે છે, ને ધણીઆણીનુ ખુન કરનાર ખાવનને સરકાર ફાંસી દે છે, ત્યાં એનું ધણીપણું કાંઈ કામમાં આવતું નથી. હરિનંદ તને પણ તારા ક્રૂર અને ઘાતકી કર્મની સજા હું કાયદા પ્રમાણે કરીશ. તારી માને ને બેનને થવી જોઈએ, પણ તેના ઉપર આ વખત કાયદો લાગુ પડી શકતો નથી, એ છેલ્લો માર મારવામાં તેઓ સામીલ હશે, પણ તેનો પુરાવો નથી, માટે તને એકલાને પુછવામાં આવશે. એ સુંદરને સરકાર તરફથી હાલ ઓસડ કરવામાં આવે છે, ને તે સારી થશે તો તને પાછી આપવામાં નહીં આવે, તારો દાવો એ ઓરત પરથી ઉઠ્યો છે, મેં તારૂં પરણતર ફોગ કર્યું છે, ને એ બાઇની પણ તારે ઘેર આવવાની ખુશી નથી.

હરિનંદ – જી ત્યારે એને આપ રાખશો ? રાખો સાહેબ ધણી છો, માબાપ છો, પણ એમ આપણે ઘટે નહીં.

પઠાણ – ઘટવા ન ઘટવાની વાત તો આગળ છે; એ બીચારીને સારું થાય