પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૧૭
 

કાંઈ નવાઈનુ બને છે ત્યારે આપણા દેશમાં ગરબા, લાવણી, રાસડા, ને ગીત જોડાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, આદી શહેરોમાં એવી રસિક કવિતા બનેલી છે, ને તે આખા ગુજરાતમાં ગવાય છે. આ વેળા મોડાસાના કોઈ કવિએ સુંદર અને પઠાણનું ગાણું જોડી કાઢ્યું. એ આજે પણ ઘણા લોક ગાય છે, ને નાગરો તે સાંભળી ચીડાય છે, કેમ કે તેના ઇતિહાસની તેમને ખબર નથી. એ ગીત ઉપરથી પઠાણ બ્રાહ્મણીનો વેશ પણ જોડાયો છે. એ પ્રખ્યાત ગીત આ રહ્યું.

"સુંદર સુણો મારી જાન, મારાં દીલ લાગ્યાં પઠાણ રે;
પઠાણ દિલ્લીનો દીવાનરે, અમદાવાદનો ઉમરાવ;
મારાં દિલ લાગ્યાં પઠાણસું. ૧

પેહેલી હતી નાગર બ્રાહ્મણી રે, જમતી કેળાંને ખાંડ;
હવેરે થઈ સુંદર તરકડી, જમુ પુલાવને નાન રે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૨

સુંદર સુણો મોરી જાન, જીવડા કરૂં ખુરબાન;
ગોરી હોય નાદાન, વારી જાઉં મારૂં માન;
મારૂં દિલ લાગ્યું પઠાણાસું. ૩

પાંચ રૂપઇઆ આપું રોકડા રે, કોઈ લશ્કરમાં જાય;
જઇને પઠાણને એમ કહે, સુંદર ધાન્ય નવ ખાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૪

સોનીરે વાડામાં મારૂં સાસરૂં, નાગર વાડામાં રહિયે;
તેડાંરે આવ્યાં પઠાણનાં, એને ના કેમ કહિયે રે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૫

કે લીલુડા વાંસની ટોપલી, સુંદર દળવાને જાય;
દળતાં દળતાં માંડ્યાં રૂશણાં, લોટ કુતરાં ખાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૬

હું રે મોડાસાની બ્રાહ્મણી, તમે દિલ્લીના શેખ;
આરે જનમની ભારે પ્રીતડી રે, પેલા તે ભવના લેખ;
મારૂં દિલ લાગ્યું પઠાણાસું. ૭

લીલા રે પીળા તંબુ તાણીઆ, ફરતી સોનેરી ઝૂલ;
વચ્ચે રે બેઠી નાગર બ્રાહ્મણી, પરણ્યો ફાકે છે ધુળ;