પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
सासुवहुनी लढाई
 

મારૂં દિલ લાગ્યું પઠાણશું. ૮

દેરાણી જેઠાણીનાં જોડુવાં રે, હળી મળી પાણીડે જાય;
પાળે ઉભો પઠાણ પાતળો રે, દેખી હઈડામાં કાંઈ થાય;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૯

હાથમાં લાલ કમાન લટકતી, તાણી તાણીરે મારે તીર;
ભાલુડા વાગે રૂદીઆ ફાટે, ના તાણશો મારાં ચીર;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૧૦

શેરની વણું સત્તર રોટલી રે, પઠાણ પાતળીઓ ખાય;
ભેળાં રે બેસી આરોગશું, મનમાં હરખ ન માય;
મારૂં દિલ લાગ્યું પઠાણશું. ૧૧

આગળ રે સસરાજીનો ઘોડલો રે, હારે મધ્યે દિયરને જેઠ;
વચ્ચે પરણ્યા તારી ઠાઠડી રે, લઈ જાઉં સમુદર બેટ;
મારૂં દિલ લાગ્યું પઠાણસું. ૧૨

અગર ચંદનના મંગાવું લાકડાં રે, તેની ખડકાવું ચે;
મુજરે કારણ તમે મરશો રે, બળશું આપણ બે;
મારૂં દિલ લાગ્યું પઠાણસું." ૧૩

એ ગીત સેરીએ ને ઘેર ઘેર ગવાય. નાગરબ્રહ્મણો સાંભળી સાંભળીને ખીજે ને બળે. એથી લોક વધારે ચડસે ચડ્યા. મોડાસામાંથી એ વાત આસપાસના ગામોમાં ગઈ, ને ત્યાંથી ગુજરાતના બીજા ભાગોમાં ફેલાઈ. ઔદિચ, રાયકવાડ, શ્રીમાળી, મોઢ, મેવાડા, ને બીજા ગુજરાતી બ્રાહ્મણોને નાગરબ્રાહ્મણો પોતાથી હલકા ગણી તેમનો તિરસકાર કરે છે, ને કેટલેક દરજે શૂદ્ર જેવા ગણે છે આ વાજબી ને ઠીક નથી, તથાપિ નાગરો પરાક્રમી, ને સંપીલા છે તે વગેરે કારણોથી તેમનું ચાલે છે. આ વખતે એ જ્ઞાતિનું અપમાન કરવાને બીજા બ્રાહ્મણોને સારો લાગ મળ્યો.

વડનગરા નાગર બ્રાહ્મણોમાં લગ્નને પ્રસંગે કાંસાની થાળી ઉપર કાજળ પાડી તે ઉપર ભંગીયણનું ચિત્ર, હાથમાં સુપડુ, સાવર્ણો-સહિત પાડે છે, ને તેની પૂજા કરે છે; કંસાર, વડાં, ચણા, દાળ, ભાત, શાક, આદિ જમવાનું કર્યું હાલ તેની થાળ તેને ધરાવે છે, ને પછી તે પ્રસાદ ઓઝાને આપી પૂજા કરનાર નહાય છે. એનું કારણ એવું કહેવાય છે કે અસલના વારામાં એક ઢેડ કાશીથી ઘણું ભણીને વડનગરમાં આવ્યો, ને ત્યાં મોટો પંડિત કહેવાવા લાગ્યો. એ જોઈ એક