પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
सासुवहुनी लढाई
 

દાઝે બળવા લાગ્યા; પણ શું કરે ધણીનો માનીતો એટલે ઉપાય ચાલે નહીં. સોદાગરને ખરાબ કરવાનો લાગ શોધતા ફરે. એક દિવસે દીવાનજી, કાજી, અને ફોજદાર, એ ત્રણે મળી મસલત કરી પાદશાહની હજુરમાં ગયા, ને સહેજ વાત કરતાં કહ્યું આપણે હજારો જાતના જનાવરો જોયાં છે, પણ આજ મુનશી સાહેબે એક કીતાબમાંથી જેનું ધ્યાન સંભળાવ્યું તે કદી દીઠાં નથી. પાદશાહે પુછ્યું તે કેવાં છે. દીવાન કહે જી આદમીના જેવું મોટું, પગ ને હાથ, પૂંછડું નહીં ને શરીરે રીંછના જેવા પણ લાલ, કે પીળા, કે લીલા વાળ. એ જનાવર બહુ હોતાં નથી પણ ઘણા જ વખણાય છે. પાદશાહ કહે અમારે સારૂ મંગાવો. કાજી કહે જો આપ આપણા સોદાગર સાહેબને ફરમાવો તો તે આણી આપે, બીજું કોઈ લાવી શકે તેવું નથી. કયા મુલકમાં થાય છે તેની પણ અમને ખબર નથી. પાદશાહ કહે ઠીક હમણાં તેડાવીને કહું છું. ફોજદાર કહે સાહેબ મુદત મુકરર કરી હોય તો ઠીક, સોદાગરને ચાનક રહે. એ મોટો પુરૂષ છે ને નિત્ય સેકડો કામ તેથી ઇયાદ નહીં રહે. પાદશાહ કહે હું પાકો બંદોબસ્ત કરીશ. પાદશાહે તો તુરત તેજ વખત સોદાગરને તેડાવ્યો ને કહ્યું, આ કાજી સાહેબ જે જાનવરનું ધ્યાન કરે છે તે અમારે જોવું છે; આપના વગર બીજા કોઇથી તે લવાય એવું નથી, એ આપનુજ કામ છે, સબબ તસદી આપવી પડે છે. જેમ જલદી થાય તેમ કરો, તમને ચાનક રહે માટે અમે એવો હુકમ કરીએ છીએ કે તે લાવશો ત્યારે દરબારમાં પગ મુકાશે, ને એક માસમાં નહીં લાવો તો તમારો બધો માલજપત કરી તમને દિલ્લીમાંથી બે-આબરૂ કરી કાઢી મુકવામાં આવશે.

કાજીએ તે જનાવરનું વર્ણન કર્યું તે સાંભળી સોદાગર વિચારવા લાગ્યા કે એવું જાનવર આજ સુધી જાણ્યું નથી ને તે એક મહિનામાં ક્યાંથી આણીશ. પાદશાહના કાલાવાલા કરી ત્રણ માસની મુદત લીધી. તે સમજ્યો કે મારો નાશ કરવાની આ યુક્તિ છે. ઘણીજ દીલગીરીમાં ઘેર ગયો. ને ખાનગી કોટડીમાં જઈ નોકરને આજ્ઞા આપી કે કોઈને અંદર આવવા દેશો નહીં. અંદર બેઠો શોક કરે ને પોતાના હરીફોને બદદુવા દે. રાત્રે વાળુ કરવાની વખત થઈ પણ ખાવા જાય નહીં. ત્યારે એની નારીને ખબર થઈ તેણીએ આવી વાત પુછી. સોદાગરે માથું કુટ્યું ને કહ્યું, હવે આપણો વૈભવ ને આપણી સાહેબી પુરી થઈ. આ સઘળું પાદશાહ લુટી લેશે, ને મને ને તમને ઢેડફજેતી કરી ભીખ માગતા વગરવાંકે ગામ બહાર કાડી મૂકશે. સ્ત્રી તેની જોડે રોવા લાગી. રાત્રે બેહુ ખાધા વિના સૂતાં. ચાકર, નોકરો આદિ સૌ કોઈ ઘરમાં નાખુશ થઈ ગયા. રાતમાં સોદાગર