પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
सासुवहुनी लढाई
 

એ બાઈએ ફોજદાર કાજી ને દીવાનને સાંજે આવવાને કહેવડાવ્યું તેજ વખતે એક સ્વાર મીરગામ ધણીને ખબર કરવા દોડાવ્યો હતો, અને બીજી તઇઆરી કરી રાખી હતી.

સોદાગર આવ્યાની ખબર થઈ કે બાઇએ ઘભરાઈ હોય તેવું ડોળ કર્યું. દીવાન અને તેના સાથીઓ કહે અમને નાસવાનો રસ્તો દેખાડ, અમે આવ્યા તે બારણે કાઢ. બાઈ કહે તમે આ ઓરડીમાં જાઓ, ને લુગડાં ઉતારી લંગોટી વાળી દીલે રાખોડી ચોળો પછી મારા નોકર્. તમને ત્રણેને જુદે જુદે બારણે કાઢશે. પેલા કહે હા એ વધારે ઠીક સોદાગર ધબ ધબ કરતો દાદરે ચડ્યો, ને એ ત્રણે પેલી ઓરડીમાં ભરાયા, ત્યાં પોશાક ઉતારી લંગોટી વાળી ભભુત અંગે લગાવી દીધી. જોડે નોકર હતા તેઓએ એકને એક ઓરડીમાં, બીજાને બીજી, ને ત્રીજાને ત્રીજીમાં ઘાલ્યો ને પોતે બહાર રહી બારણાં વાસી દીધાં. ત્રણે ઓરડીમાં અંધારૂ ને નીકળવાનો રસ્તો જડે નહીં. આમ તેમ ફેમફોસે છે એવામાં ત્રણેના ઉપર ગુંદરનું પાણી પુકળ રેડ્યું. શું કરે બુમ પાડે તો માયા જાય. મનમાં કહે અરે અલ્લા આ કમબખતીમાં ક્યાં પડ્યા ! ચીકણું થઈ ગએલું શરીર તપાસે છે એટલે દરેક જણને કોઈએ પાછળથી ઢોળી પાડ્યો ને ઘસડીને ઉનના ઢગલામાં રોળ્યો, ને હાથ પગ બાંધી લીધા. એકને પીળારંગનુ ઉન, એકને લાલ, ને એકને લીલુ લગાડ્યું હતું.

સોદાગરની વહુએ ત્રણ મોટાં પાંજરાં કરાવ્યાં હતાં, તેમાં સવાર થતા એ ત્રણને ઘાલ્યા, ને સોદાગરે પાદશાહને ખબર કરાવી કે ફરમાવેલા જનાવર લાવ્યો છું. પદશાહ બહુ જ રાજી થયો ને હુકમ કર્યો કે તાકીદથી તેઓને હજુરમાં લાવો. સોદાગરે પેલા પાંજરા ગાડામાં મુકાવ્યાં. ને માંહેલા પ્રાણીના બંધન છોડાવ્યા કેમકે ગુંદર સુકાઈ ગયો હતો તેથી ઉન ઉખડી શકે તેવું નહતું.

પાદશાહની હજુરમાં એ પાંજરાં લાવી મક્યાં. પાદશાહ કહે અને ઉભા કરો. સોદાગર કહે ઉઠો બેટા ઉઠો; લાકડીના ગોદા માર્યા પણ પેલો ઉઠ્યા નહીં, ત્યારે તે કહે સાહેબ જંગલી છે તેથી આ મજલસથી ડરે છે. પાદશાહ કહે અમને એના મોઢાં દેખાડો. સોદાગર કહે સાહેબ બે ઘડા પાણી મંગાવો.. નોકરો પાણી લાવ્યા. પછી સોદાગરે જે પાંજરામાં દીવાન હતો તેનું બારણું ઉઘાડ્યું ને તેને પકડી બહાર કઢાવ્યો. મહો ઉપર પાણી રેડી ઉન ધોઈ નાંખ્યું. પાદશાહના પેટમાંતો હસવું માય નહીં, બીજા અમીરો પણ તેટલાજ અચરજ પામ્યા ને હસ્યા. બુઢા કાજીનું અને ફોજદારનું મુખ એ રીતે ધોવાઈ જોવામાં આવ્યો ત્યારે સર્વે